Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા હાઇસ્કુલ ONGC માં સામાજિક જાગૃતિ માટે ગરબા મહોત્સવ:વિકસિત ભારત 2047, પર્યાવરણ સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યના સંદેશ સાથે 700 વિદ્યાર્થીઓ જોડાયા

    3 days ago

    વડોદરાની બરોડા હાઇસ્કુલ ONGC ખાતે આજે 'ગરબા મહોત્સવ ૨૦૨૬' નું આયોજન કરાયું હતું. આ મહોત્સવ 'વિકસિત ભારત ૨૦૪૭', 'પર્યાવરણ સુરક્ષા' અને 'માનસિક સ્વાસ્થ્યનું મહત્વ' જેવા સામાજિક જાગૃતિના વિષયો પર આધારિત હતો. ધોરણ ૯ થી ૧૨ ના લગભગ ૭૦૦ વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લીધો. ગરબા મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ્સ અને પોસ્ટર્સ સાથે રેલીમાં જોડાયા હતા. તેમણે સ્વચ્છ ભારત, નશા મુક્તિ, પર્યાવરણ જતન અને માનસિક સ્વાસ્થ્ય જેવા સંદેશા આપ્યા. શાળાના આચાર્ય ડૉ. મહેશ પટેલના માર્ગદર્શન અને શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓએ પરંપરાગત ગરબા કર્યા. કાર્યક્રમના અંતે, શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને 'બેસ્ટ ગરબા' અને 'બેસ્ટ કોસ્ચ્યુમ' ના ઇનામો આપી સન્માનિત કરાયા. શાળા પરિવારે આ આયોજન દ્વારા યુવા પેઢીમાં સંસ્કૃતિ સાથે રાષ્ટ્ર વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દેવમ પાઠશાલામાં રાસ-ગરબા મહોત્સવ યોજાયો:હંસપુરામાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, વિજેતાઓને ઇનામ મળ્યા
    Next Article
    સોકો કંપની પાસે બાઇક-બસ અકસ્માતમાં યુવાનનું મોત:અંબાલાના 25 વર્ષીય પરેશ ઠાકોરનું ઘટનાસ્થળે મોત, અન્ય યુવકને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment