Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    OMG...શુભમને એક હાથે શું કેચ કર્યો છે!:કેપ્ટનના અદભુત કેચથી સોશિયલ મીડિયામાં 'Superman Shubman'; જોરદાર ફિલ્ડિંગથી ટૉકિંગ પોઇન્ટ બન્યો

    8 hours ago

    ગૉલ ટેસ્ટના ત્રીજા દિવસે શુભમન ગિલે પોતાની શાનદાર ફિલ્ડિંગથી મેચનો ટૉકિંગ પોઇન્ટ બની ગયો. શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં ઈન્ડિયન કેપ્ટને અદ્ભુત ચપળતા બતાવીને કામિન્દુ મેન્ડિસનો એક હાથથી જોરદાર ડાઇવિંગ કેચ ઝડપ્યો હતો. ગિલના આ કેચને જોઈને કોમેન્ટ્રી બોક્સમાંથી પણ અવાજ આવ્યો કે, 'ઓહ માય ડેઝ! વૉટ એન એક્સેલેન્ટ કેચ છે!' લાઇન બાય લાઇન વાંચો કઈ રીતે ગિલે કેચ કર્યો..! શ્રીલંકાની પહેલી ઇનિંગ્સની 17મી ઓવર હતી. કુલદીપ યાદવે બોલ ફેંક્યો, જે ઓફ સ્ટમ્પની બહાર ફુલર લેન્થ પર હતો. કામિન્દુ મેન્ડિસ બોલની પીચ સુધી પહોંચ્યા વગર જ આગળ વધીને તેને એક્સ્ટ્રા કવરની દિશામાં રમી બેઠો. શોટમાં તાકાત નહોતી, પણ બોલ એવી જગ્યાએ જઈ રહ્યો હતો જ્યાં સામાન્ય ફિલ્ડર માટે પહોંચવું સરળ નહોતું. ગિલે એક ક્ષણ પણ ગુમાવ્યા વગર ડાબી તરફ છલાંગ લગાવી. શરીર લગભગ જમીનને સમાંતર થઈ ગયું હતું. બોલ જમીનને અડવાથી માત્ર થોડા ઈંચ જ દૂર હતો અને ગિલે તેને હવામાં જ જમ્પ કરીને ડાબા હાથે કેચ કર્યો. સૌથી ખાસ વાત એ હતી કે કેચ લેતી વખતે એવું બિલકુલ ન લાગ્યું કે બોલ તેના હાથમાંથી છૂટી શકે છે. તે જમીન પર પડ્યા, પણ બોલ પર તેની પકડ જળવાઈ રહી. કામિન્દુ મેન્ડિસ 25 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. કુલદીપ યાદવને વિકેટ મળી, પરંતુ આ વિકેટની અસલી વાર્તા ગિલના એ અસાધારણ પ્રયાસની જ રહી. શ્રીલંકા 59 રન પર ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને ભારતની પહેલી ઇનિંગ્સના 462 રનના જવાબમાં દબાણમાં હતું. સોશિયલ મીડિયામાં નામ પડ્યું, 'Superman Shubman' કેપ્ટન તરીકે ગિલ માટે આ કેચ એટલે પણ ખાસ હતો કે તેમણે માત્ર વિકેટની પાછળ કે સ્લિપમાં ઊભા રહીને મોકો ઝડપ્યો નહોતો, પરંતુ એવી ફિલ્ડિંગ પોઝિશનમાં અશક્ય જેવો લાગતો કેચ પૂરો કર્યો જ્યાં અડધી સેકન્ડનો પણ વિલંબ મેચ બદલી શકતો હતો. સોશિયલ મીડિયા પર તેને 'Superman Shubman' કહેવામાં આવ્યો અને આ નામ એ મોમેન્ટ પર બિલકુલ પરફેક્ટ હતું. ગિલનું શરીર હવામાં હતું, નજર બોલ પર હતી અને હાથ છેલ્લી ક્ષણ સુધી બોલની સાથે હતા.
    Click here to Read More
    Previous Article
    સ્પિનર્સની જાળમાં ફસાયા લંકન બેટર્સ:100 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી; લંચ સુધીમાં SLનો સ્કોર 99/5
    Next Article
    ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં નાસભાગ જેવી સ્થિતિ:13 શ્રદ્ધાળુની તબિયત લથડી; નાગપંચમીના દિવસે જ ખુલતા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા શ્રદ્ધાળુઓ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment