Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    OMG...જયસ્વાલનો જબરદસ્ત કેચ:સ્લિપમાં જમણી તરફ ડાઇવ લગાવીને શ્રીલંકન ઓપનરને પેવેલિયન ભેગો કર્યો; ભારતે 503/9ના સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરી

    2 days ago

    ભારતે શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં પોતાની પહેલી ઇનિંગ્સ 503/9 રનના સ્કોર પર ડિક્લેર કરી. સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં ભારતે બીજા દિવસની શરૂઆત 300/5 ના સ્કોરથી કરી હતી. જવાબમાં શ્રીલંકાનો સ્કોર 1/1 છે. ટીમ તરફથી કામિલ મિશારા અને પ્રબથ જયસૂર્યા ક્રિઝ પર છે. ધ્રુવ જુરેલે 177 બોલ પર 115 રન બનાવીને અણનમ રહ્યો. તેણે 171 બોલ પર બીજી ટેસ્ટ સેન્ચુરી લગાવી. મોહમ્મદ સિરાજ 29 બોલ પર 3 રન બનાવીને આઉટ થયો. માનવ સુથારે 18 રન બનાવ્યા. ઈજામાંથી પરત ફરેલા પંતની ફિફ્ટી ટી-બ્રેક પહેલા રિષભ પંત 63 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. પહેલા દિવસે 3 રન પર ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયેલા પંતે બીજા દિવસે કમબેક કરતા હાફ સેન્ચુરી લગાવી, પણ લંચ પછી પહેલા જ બોલ પર આઉટ થયો. ટીમે પહેલા સેશનમાં 119 રન જોડ્યા અને એક વિકેટ ગુમાવી. ડેબ્યૂ કરી રહેલો સારાંશ જૈન 6 રન બનાવીને આઉટ થયો. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    बड़वानी में Gen अल्फा छात्रों का हंगामा: 20 KM पैदल चलकर किया NH-3 जाम, बोले- कलेक्टर को ही बताएंगे
    Next Article
    મલેશિયન એરલાઈન્સની પૂર્વ એરહોસ્ટેસ બની ડ્રગ માફિયા:સુરતમાં એક્સપ્રેસવે પરથી 30 લાખનું MD જપ્ત, બાળકોના ડાયપરમાં છૂપાવી પાર્ટીઓમાં સપ્લાય કરતી હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment