Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલેશિયન એરલાઈન્સની પૂર્વ એરહોસ્ટેસ બની ડ્રગ માફિયા:સુરતમાં એક્સપ્રેસવે પરથી 30 લાખનું MD જપ્ત, બાળકોના ડાયપરમાં છૂપાવી પાર્ટીઓમાં સપ્લાય કરતી હતી

    1 day ago

    સુરત ક્રાઈમ બ્રાન્ચ અને SOGએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પરથી એક મોટા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પલસાણા તાલુકાના એના ગામ ટોલનાકા પાસેથી અર્ટીગા કારમાં આવતી માનસી અબ્દુલ સૈયદ (ઉં.વ. 41) અને સોહેલ સુલેમાન શેખ (ઉં.વ. 20) ને 977.61 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે નાકાબંધી કરી અર્ટીગા કારને આંતરી "NO DRUGS IN SURAT CITY" અભિયાન અંતર્ગત મળેલી બાતમીના આધારે પોલીસે પલસાણાના એના ટોલનાકા પાસે નાકાબંધી કરી અર્ટીગા કાર (MH-03-FC-4370) ને આંતરી હતી. જેમાંથી પોલીસે અંદાજે ₹29,32,830 કિંમતનું 977.61 ગ્રામ MD ડ્રગ્સ, ₹4,670 રોકડા, બે મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકની ઝીપબેગ સહિત કુલ ₹29,87,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરાથી જથ્થો મેળવી મુંબઈમાં વેચવાનો હતો પ્લાન મુંબઈના સાંતાક્રુઝ ઈસ્ટના રહેવાસી બંને આરોપીઓએ વડોદરા રેલવે સ્ટેશન પાસે એક અજાણી મહિલા પાસેથી આ ડ્રગ્સ મેળવ્યું હતું. તેઓ મુંબઈ લઈ જઈ 5થી 10 ગ્રામની નાની પડીકીઓ બનાવી પેડલર્સને વેચવાના હતા. સોહેલ શેખ માનસીના પાડોશમાં રહે છે અને ડ્રગ્સની હેરાફેરીમાં મદદગારી કરતો હતો. એરહોસ્ટેસથી ડ્રગ માફિયા બનવા સુધીની સફર 41 વર્ષીય માનસી વર્ષ 2015થી એમ.ડી. ડ્રગ્સના નશાની આદી છે. તેના પિતા એર ઇન્ડિયામાં સિનિયર ટેકનિશિયન હતા. કલાસિકલ ડાન્સ જાણતી માનસીએ સ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરેલું છે અને 'મલેશિયન એરલાઇન્સ'માં એરહોસ્ટેસ તરીકે પણ નોકરી કરેલી છે. ઇન્દોરમાં ડાયપર નેટવર્ક પકડાયું હતું: એડિશનલ સીપી ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, માનસી અગાઉ 2021માં ઇન્દોરમાં બાળકોના ડાયપરમાં 100 ગ્રામ MD ડ્રગ્સ છુપાવી 31st ડિસેમ્બરની પાર્ટીઓમાં સપ્લાય કરતાં પકડાઈ હતી. 4 વર્ષ જેલ કાપ્યા બાદ પણ તે મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય નેટવર્ક ચલાવતી હતી, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    OMG...જયસ્વાલનો જબરદસ્ત કેચ:સ્લિપમાં જમણી તરફ ડાઇવ લગાવીને શ્રીલંકન ઓપનરને પેવેલિયન ભેગો કર્યો; ભારતે 503/9ના સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરી
    Next Article
    સુરતમાં 'આપ'ના મહિલા નેતાની માતાનો આપઘાતનો પ્રયાસ:નારી હુંકાર સંમેલનમાં ભીડ ભેગી કરવા બાબતે દીકરીએ ટોણા મારતાં અનાજમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment