Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા વાઘોડિયા ચોકડી ફાયરિંગ કેસ:શૂટરોને સાથે રાખી પોલીસે કર્યું ક્રાઈમ સીનનું રીકન્સ્ટ્રક્શન, OLX પરથી ખરીદેલી બાઈક રેલવે સ્ટેશનથી મળી

    एक दिन पहले

    વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી પાસે ગારમેન્ટ્સના જાણીતા વેપારી આશીષકુમાર બાકોલીયા પર થયેલા જીવલેણ ફાયરિંગ કેસમાં વડોદરા ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં છે. કોન્ટ્રાક્ટ કિલિંગના આ હાઈપ્રોફાઈલ કેસમાં પકડાયેલા છત્તીસગઢના બે શૂટરોના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસે ગુનાની કડીઓ મેળવવા માટે બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળ સહિત અલગ-અલગ લોકેશન પર ક્રાઈમ સીનનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. વેપારીના ઘર સુધી કરી હતી રેકી વડોદરા ગ્રામ્ય પોલીસે આ કેસનો પર્દાફાશ કરીને છત્તીસગઢના દુર્ગ વિસ્તારમાંથી શાર્પશૂટરોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ વેપારી આશીષકુમાર પર ગોળીબાર કરતા પહેલાં વડોદરાની અનેક વખત મુલાકાત લીધી હતી અને વેપારીની દિનચર્યા તેમજ તેમના ઘરની રેકી કરી હતી. રિમાન્ડ દરમિયાન પોલીસની ટીમ બંને આરોપીઓને લઈને ગારમેન્ટ વેપારીના ઘર તરફના રૂટ તેમજ ગુના સાથે સંકળાયેલી અન્ય અલગ-અલગ પાંચ જગ્યાઓ પર ગઈ હતી. આરોપીઓ ઘટના પહેલા ક્યાં રોકાયા હતા અને ફાયરિંગ કર્યા બાદ કયા રસ્તેથી ભાગ્યા હતા, તે તમામ રૂટનું બારીકાઈથી પંચોની હાજરીમાં પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. OLX પરથી ₹7 હજારમાં બાઈક ખરીદી પૂછપરછ દરમિયાન આરોપીઓએ હથિયાર અને વાહનને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ફાયરિંગની ઘટનાને અંજામ આપવા માટે આરોપીઓએ છત્તીસગઢમાં 'OLX' એપના માધ્યમથી માત્ર ₹7000માં એક સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી હતી. આ બાઈકમાં પેટ્રોલ ભરાવીને તેઓ છત્તીસગઢથી સીધા વડોદરા આવ્યા હતા. વેપારી પર ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ સીધા વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પકડાઈ જવાના ડરથી તેઓ બાઈકને રેલવે સ્ટેશનના પાર્કિંગમાં જ બિનવારસી મૂકીને ટ્રેન મારફતે રાજ્ય બહાર ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બાઈક કબજે કરી લીધી છે. મુખ્ય આરોપીનો મોબાઈલ FSLમાં મોકલાયો પોલીસે આ ગુનામાં કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે મુખ્ય આરોપીના સ્માર્ટફોનને જપ્ત કરીને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલી આપ્યો છે. પોલીસને આશા છે કે, મોબાઈલના કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR), વોટ્સએપ ચેટ્સ અને ડિલીટ થયેલા ડેટાના આધારે એ જાણી શકાશે કે ફાયરિંગમાં વપરાયેલો દેશી તમંચો (હથિયાર) કોણે સપ્લાય કર્યો હતો અને આ સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર કોણ છે. હાલમાં ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરીને વડોદરા ગ્રામ્ય પોલીસ આ મામલે વધુ ઊંડી તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માતો રોકવા રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું શરૂ:​ચોમાસામાં અકસ્માતો અટકાવવા જૂનાગઢ ટ્રાફિક પોલીસ અને જીવદયા ટ્રસ્ટ એક્શનમાં,1500 જેટલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવાશે
    Next Article
    Police Officer Shot Dead In US Home While Responding To 911 Call

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment