Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી કોચિંગ ડેપો હાઇટેક બન્યો:પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર રિટ્રેક્ટેબલ OHE સિસ્ટમ કાર્યરત, શન્ટિંગ એન્જિન વગર હવે વંદે ભારત સહિતની ટ્રેન પોતે ચાલીને કોચિંગ ડેપો સુધી જઈ શકશે

    1 day ago

    પશ્ચિમ રેલવે દ્વારા ટેકનોલોજી અને સુરક્ષાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પશ્ચિમ રેલવેના સાબરમતી સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો ખાતે પ્રથમ વખત અત્યાધુનિક ‘રિટ્રેક્ટેબલ ઓવરહેડ ઇક્વિપમેન્ટ’ (OHE) સિસ્ટમ કાર્યરત કરાઈ છે. જેમાં રિટ્રેક્ટેબલ રિજિડ ઓવરહેડ કંડક્ટર સિસ્ટમ (RRCS) તરીકે ઓળખાતી આ નવીન ટેકનોલોજીના કારણે હવે વંદે ભારત એક્સપ્રેસ જેવી આધુનિક ટ્રેનો શન્ટિંગ એન્જિનની મદદ વગર પોતે ચાલીને સીધી કોચિંગ ડેપો સુધી જઈ શકશે. મોટરચાલિત અને પિટ-માઉન્ટેડ ઓવરહેડ કંડક્ટર વ્યવસ્થા ​ડેપો પરિસરમાં કુલ 620 મીટરની લંબાઈમાં આ મોટરચાલિત અને પિટ-માઉન્ટેડ ઓવરહેડ કંડક્ટર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મહત્વનું છે કે ઇલેક્ટ્રિફાઇડ રેલ કોચિંગ ડેપો અને લોકો શેડ માટે ડિઝાઇન કરાયેલી આ સિસ્ટમ ટ્રેન ચલાવવા માટે પાવર પૂરો પાડે છે. તેમજ જાળવણીના કામ દરમિયાન કંડક્ટર રેલને યાંત્રિક રીતે ખસેડી આપે છે. જેથી મેન્ટેનન્સ સ્ટાફને પૂરતું ઓવરહેડ ક્લિયરન્સ મળી રહે. OHE સિસ્ટમને બંધ કર્યા બાદ યોગ્ય અર્થિંગ વ્યવસ્થા સાથે સ્ટાફ કોચની છત પર સુરક્ષિત રીતે કામ કરી શકશે. તેમજ આકસ્મિક કરંટ લાગવાનું કે વીજળીનું જોખમ નહિવત થઈ જશે. ટ્રેનનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે અને કોચની તૈયારી તથા સંચાલન ઝડપી બનશે ડેપોમાં ટ્રેનોની આવન-જાવન માટે હવે ડીઝલ એન્જિન પર નિર્ભર રહેવું નહીં પડે. ટ્રેન સીધી ઇલેક્ટ્રિક પાવરથી ચાલશે. જેનાથી ધુમાડો, અવાજ અને પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. ટ્રેનના કોચને સીધા મેન્ટેનન્સ લાઇન પર લઈ જઈ શકાશે, જેનાથી ટ્રેનનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે અને કોચની તૈયારી તથા સંચાલન ઝડપી બનશે. ​પશ્ચિમ રેલવેનો આધુનિક પ્રયાસ રેલ મુસાફરી અને સેવાઓને વધુ સુરક્ષિત, ઝડપી અને પર્યાવરણ અનુકૂળ બનાવવામાં ટેકનોલોજીકલ માઇલસ્ટોન સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    બાપુ સાથે બાખડ્યો ભાજપનો કાર્યકર્તા:PI પૂરઝડપે દોડતી કાર પર લટક્યા, એલિસબ્રિજ પર સુસાઇડ ડ્રામા; ગાંધીજીનું અપમાન કરનાર સોશિયલ મીડિયા સ્ટારની ધરપકડ
    Next Article
    Drishyam 3 Box Office Collection Day 2: 100 Crore Club में शामिल Ajay Devgn की Drishyam 3 |MOVIE

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment