Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિન-કોહલીના ક્લબમાં સામેલ થઈ શકે છે રોહિત શર્મા:ODIમાં 12 હજાર રનથી 73 રન દૂર; ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી, JKના આકિબ નબીએ ડેબ્યૂ કર્યું

    15 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની બીજી મેચ આજે ગુવાહાટીમાં રમાઈ રહી છે. જેમાં ઈન્ડિયન કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો છે. નીતિશ કુમાર રેડ્ડીને બહાર કર્યો છે. તેની જગ્યાએ જમ્મુ-કાશ્મીરના આકિબ નબીએ ડેબ્યૂ કર્યું છે. જ્યારે વેસ્ટ ઇન્ડીઝે 4 ફેરફારો કર્યા છે. ઓપનર રોહિત શર્મા 12 હજાર વન-ડે રનથી 73 રન દૂર છે. રોહિત આ આંકડા સુધી પહોંચતા જ આવું કરનાર ત્રીજો ભારતીય બેટર બની જશે. તેનાથી પહેલા સચિન તેંડુલકર અને વિરાટ કોહલી આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. તિરુવનંતપુરમમાં રમાયેલી સિરીઝની પહેલી મેચમાં વિરાટ કોહલીએ વન-ડેમાં સૌથી ઝડપી 15 હજાર રન પૂરા કર્યા હતા. ભારતે આ મેચ 8 વિકેટે જીતીને સિરીઝમાં 1-0થી લીડ મેળવી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), આમીર જાંગુ, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, જેયડન સીલ્સ અને વિટેલ લૉઝ.
    Click here to Read More
    Previous Article
    Oppo F35 Pro 5G, Oppo F35 5G Camera Configuration, Colour Options Revealed Days Before India Launch
    Next Article
    વડોદરા શહેરમાં વધુ 30 નવી ઈ-બસ દોડતી થશે:7 ઓક્ટોબરે લોકાર્પણની તૈયારી, કુલ ઈ-બસની સંખ્યા 80 પર પહોંચશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment