Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા શહેરમાં વધુ 30 નવી ઈ-બસ દોડતી થશે:7 ઓક્ટોબરે લોકાર્પણની તૈયારી, કુલ ઈ-બસની સંખ્યા 80 પર પહોંચશે

    7 hours ago

    વડોદરા શહેરમાં ઈકોફ્રેન્ડલી અને આધુનિક જાહે૨ વાહન વ્યવહાર સેવાઓને સુદ્રઢ બનાવવાના ભગીરથ પ્રયાસો હેઠળ પાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરીજનોને સુવિધાસભર અને પ્રદૂષણમુક્ત મુસાફરીનો અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા PM e-Bus Sewa યોજના અંતર્ગત વધુ 30 નવી ઇલેક્ટ્રિક બસોનું આગામી 7 ઓક્ટોબરના રોજ ભવ્ય લોકાર્પણ કરવાનું સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું છે. જૂનના અંતથી ઇ બસ સેવા શરૂ થઈ વડોદરા શહેરમાં જૂન મહિનાના અંત ભાગથી ઇ બસ સેવાનો આરંભ થયો હતો. પ્રથમ 20 અને બાદમાં 30 બસ આવતા આ સંખ્યા 50 પર પહોંચી હતી. વડોદરા શહેરની વધતી જતી જાહેર પરિવહનની માંગને પહોંચી વળવા માટે કોર્પોરેશન સંચાલિત બસ સેવામાં સતત આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ નવી 30 ઇલેક્ટ્રિક બસોનો કાફલો શહેરમાં આવી પહોંચ્યો છે અને ટૂંક સમયમાં જ તે સામાન્ય નાગરિકોની સેવા માટે રસ્તા પર દોડતી જોવા મળશે. હાલ 50 બસ વિવિધ રૂટ પર દોડે છે વડોદરા શહેરમાં હાલના તબક્કે મુસાફરોની સુવિધા માટે 50 જેટલી ઇ-બસો સફળતાપૂર્વક કાર્યરત છે અને શહેરીજનો તરફથી આ બસ સેવાને ખૂબ જ સાનુકૂળ તથા પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે વધુ 30 નવી બસોનો ઉમેરો થતાં જ શહેરમાં દોડતી કુલ ઇ-બસોની સંખ્યા વધીને 80 થઈ જશે, જેનાથી વિવિધ રૂટો પર બસોની ફ્રીક્વન્સી વધશે અને મુસાફરોને લાંબો સમય રાહ જોવામાંથી મુક્તિ મળશે. હાલ સુધી ઇ બસ થકી 83 લાખ આવક થઈ અત્રે ઉલ્લેખનીય છે કે PM e-Bus Sewa યોજના હેઠળ વડોદરા શહેર માટે કુલ 250 ઇલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવેલી છે, જેમાંથી તબક્કાવાર રીતે બસો મેળવવામાં આવી રહી છે. આ તરફ અત્યાર સુધી કાર્યરત પચાસ બસોના માધ્યમથી પાલિકાને રૂપિયા 83 લાખ જેટલી નોંધપાત્ર આવક પણ થઈ ચૂકી છે, જે દર્શાવે છે કે શહેરીજનો ઇ-બસ સેવાનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં તમામ 250 બસો આવી જતાં વડોદરાનું જાહેર પરિવહન માળખું વધુ સુદ્રઢ અને પર્યાવરણ અનુકૂળ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સચિન-કોહલીના ક્લબમાં સામેલ થઈ શકે છે રોહિત શર્મા:ODIમાં 12 હજાર રનથી 73 રન દૂર; ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી, JKના આકિબ નબીએ ડેબ્યૂ કર્યું
    Next Article
    GUDC લાઇન નાખ્યા બાદ વોર્ડ 1ના રસ્તા ખરાબ:નગરપાલિકા સભ્ય વર્ષાબેન પાનવાલાએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલને ગ્રાન્ટ માટે રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment