Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૃતિક રોશન અને પ્રાઇમ વીડિયોની નવી ફિલ્મની જાહેરાત:'મેસ'માં ચોરની ટોળકી અને OCD ધરાવતા મકાન માલિકની વાર્તા; રાજેશ કૃષ્ણન ડિરેક્ટ કરશે

    2 days ago

    હૃતિક રોશનના પ્રોડક્શન હાઉસ 'HRX ફિલ્મ્સ' અને OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોએ નવી કોમેડી ફિલ્મ 'મેસ' બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું ડિરેક્શન 'લૂટકેસ' અને 'ક્રૂ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા રાજેશ એ. કૃષ્ણન કરશે. આ ફિલ્મ એક એવી રાતની વાર્તા છે, જ્યાં ચોર એક વિચિત્ર માણસના ઘરમાં ફસાઈ જાય છે. ચોર માટે ઘરમાંથી જીવતા બહાર નીકળવું સૌથી મોટો પડકાર બનશે આમાં ચોરોની એક ગેંગ એક એવા માણસના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસે છે, જેને OCD (ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર) છે. એટલે કે તે સફાઈ અને વસ્તુઓને વ્યવસ્થિત રાખવાના મામલે ખૂબ જ વિચિત્ર છે. ઘરમાં ઘૂસ્યા પછી ચોરો માટે ત્યાંથી જીવતા અને સુરક્ષિત બહાર નીકળવું એ જ સૌથી મોટો પડકાર બની જાય છે. હૃતિક અને ઇશાન રોશન કરશે પ્રોડ્યુસ આ ફિલ્મનું નિર્માણ હૃતિક રોશન અને તેના ભાઈ ઈશાન રોશન તેના બેનર 'HRX ફિલ્મ્સ' હેઠળ કરી રહ્યા છે. HRX ફિલ્મ્સ અને પ્રાઇમ વીડિયો વચ્ચેનો આ બીજો મોટો પ્રોજેક્ટ છે. આ પહેલા બંનેએ સાથે મળીને થ્રિલર સિરીઝ 'સ્ટોર્મ'ની જાહેરાત કરી હતી. ફિલ્મની સ્ક્રિપ્ટ રાજેશ કૃષ્ણન અને કપિલ સાવંતે અમેરિકન લેખક પોલ સોટરની એક ઓરિજિનલ વાર્તાના આધારે તૈયાર કરી છે. 'રાજેશ કૃષ્ણનનું વિઝન શાનદાર છે' હૃતિક રોશને આ ભાગીદારી પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, 'પ્રાઇમ વીડિયો સાથેની અમારી ભાગીદારી અમને સાહસિક અને નવી પ્રકારની વાર્તાઓ કહેવાની તક આપી રહી છે. રાજેશ કૃષ્ણન કોમેડી સાથે ઉત્તમ કથા ગૂંથવાની ક્ષમતા ધરાવે છે. 'મેસ' માટે તેમનું વિઝન શરૂઆતથી જ અસાધારણ રહ્યું છે.' જ્યારે પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના હેડ નિખિલ મધોકે કહ્યું કે, 'ફિલ્મની વાર્તા અને તેના મનોરંજક પાત્રો દર્શકોને અંત સુધી જકડી રાખશે.' ડિરેક્ટર રાજેશ કૃષ્ણનનો ટ્રેક રેકોર્ડ રાજેશ એ. કૃષ્ણન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની અનોખી અને કોમિક શૈલી માટે જાણીતા છે. તેમણે વર્ષ 2019માં 'લૂટકેસ' ફિલ્મથી ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તાજેતરમાં આવેલી તેમની ફિલ્મ 'ક્રૂ'એ પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. તે પ્રખ્યાત વેબ સિરીઝ 'ટ્રિપલિંગ'ની પ્રથમ સીઝનનું પણ ડિરેક્શન કરી ચૂક્યા છે. રાજેશે જણાવ્યું કે, ''મેસ'ની દુનિયા કોમેડી અને અફરાતફરીનું એક અનોખું મિશ્રણ છે, જે દર્શકોને તેમની સીટ પર જકડી રાખવા મજબૂર કરી દેશે.'
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટર કુલદીપ યાદવનું આજે લખનઉમાં રિસેપ્શન:જાડેજા, યશસ્વી અને ધવન પહોંચ્યા; જય શાહ, કોહલી અને ધોની સહિત 900 મહેમાનો હાજર રહે તેવી અપેક્ષા
    Next Article
    ઈરાન યુદ્ધમાં ટ્રમ્પ એકલા પડ્યા:NATO દેશોએ કહ્યું- આ અમારુ યુદ્ધ નથી, હોર્મુઝ રૂટ ખોલાવવાનો કર્યો ઇનકાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment