Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના કાશ્મીર નગરમાં બેકરીમાં આગ:900 કિલો નાનખટાઈ-બિસ્કિટ બળીને નુકસાન, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

    12 hours ago

    વલસાડ શહેરના કાશ્મીર નગર વિસ્તારમાં આવેલી 'સંગમ બેકરી'માં આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે 900 કિલો નાનખટાઈ અને બિસ્કિટ સહિતનો તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો હતો. જેથી બેકરી સંચાલકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સદનસીબે, બેકરી બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. માહિતી મુજબ, રાત્રિના આશરે 10:20 વાગ્યે બંધ બેકરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિક લોકોનું ધ્યાન ગયું હતું. આજુબાજુના રહીશોએ તુરંત જ બેકરી સંચાલક અફઝલ ખાન અને વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. બેકરી સંચાલક અફઝલ ખાને જણાવ્યું હતું કે, તેઓ રાત્રે આશરે 8:30 વાગ્યે બેકરી બંધ કરીને ઘરે ગયા હતા. પૂરના કારણે નીચેનો માલ ઉપર ભઠ્ઠી પાસે ચડાવીને મુકવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે વાયરિંગમાં આગ લાગી હોવાનું જણાય છે. ગીચ રહેણાંક વિસ્તારમાં આવેલી બેકરીમાં આગ લાગવાની આ ઘટનાને પગલે વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા ફાયર સેફ્ટી અને સુરક્ષા ચેકિંગ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આગ સમયે બેકરીમાં કોઈ કારીગર હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    બોરપાડા શાળામાં 80મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:ગ્રામજનો અને વડીલોની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજારોહણ
    Next Article
    Opinion: Opinion | 79 Years On, India's Enduring Answer To Those Who Had Predicted Its Collapse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment