Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ-જઝીરાએ લખ્યું- મોદી માટે અત્યાર સુધીનો સૌથી ગંભીર પડકાર:NYTએ લખ્યું- વિપક્ષ એક્ટિવ-મોદીની છબીને ઝટકો, વૉશિંગ્ટન પોસ્ટ- મોદી સામે યુવાનોમાં રોષ; દિલ્હી પ્રદર્શન પર વર્લ્ડ મીડિયા

    6 hours ago

    ભારતમાં SIR- CEC સામે વિરોધ-પ્રદર્શન ચાલુ છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિપક્ષી પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ મામલાને દુનિયાભરના મીડિયા સંસ્થાનોએ મહત્ત્વ આપીને કવર કર્યો છે. NYT મુજબ, પોલીસની કાર્યવાહીને કારણે મોદીની લોકતાંત્રિક નેતા તરીકેની છબીને ઝટકો લાગ્યો છે. અલ જઝીરા મુજબ, યુવા આંદોલન પાછળ હટવા તૈયાર નથી. વોશિંગ્ટન પોસ્ટ, CNN અને સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ જેવા આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ ટોચના સમાચારોમાં આ વિરોધ-પ્રદર્શનોને સ્થાન આપ્યું છે. NYT - સત્તા જાળવી રાખવાના ઉપાયો નબળા પડ્યા અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સ લખે છે કે ભારતમાં એક સમયે નબળો પડી ગયેલો વિપક્ષ હવે ફરી એક્ટિવ થતો દેખાઈ રહ્યો છે. વિપક્ષી દળો યુવાનોના આંદોલનથી ઊભી થયેલી રાજકીય જગ્યાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. શનિવારે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની રાજધાની એક કિલ્લામાં ફેરવાઈ ગઈ. ભારતીય અધિકારીઓએ જરૂર કરતાં વધુ બળનો ઉપયોગ કર્યો, તો દેશના યુવાનોએ પણ એટલી જ તાકાતથી તેનો વિરોધ કર્યો. મોદી સમર્થકો અગાઉ વિરોધીઓના પ્રદર્શનને નબળું ગણાવીને અથવા તેમને ‘દેશદ્રોહી’ કહીને તેમનો વિરોધ દબાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે. પરંતુ આ આંદોલનમાં સમાજના અલગ-અલગ વર્ગોના લોકો સામેલ છે. તેના કારણે સરકાર માટે પ્રદર્શનકારીઓને એ જ રીતે નિશાન બનાવવા મુશ્કેલ થઈ રહ્યું છે. વૉશિંગ્ટન પોસ્ટ - મોદી અને CEC સામે રોષ અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું કે ભારતમાં યુવાનોના વિરોધ-પ્રદર્શન વચ્ચે PM મોદી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ગુસ્સો વધી રહ્યો છે. મતદાર યાદીમાં ફેરફારના વિરોધમાં આંદોલન કરી રહેલા યુવાનોએ દિલ્હીમાં પ્રદર્શનની જાહેરાત કરી હતી, પરંતુ પોલીસે જંતર-મંતર પહોંચતા પહેલાં જ અનેક નેતાઓ, વિપક્ષી સાંસદો અને વિદ્યાર્થી કાર્યકરોને કસ્ટડીમાં લઈ લીધા. પોલીસે દિલ્હીમાં સુરક્ષા વધારી, અનેક સ્થળોએ બેરિકેડિંગ કરી અને વાહનોની તપાસ કરી. આ આંદોલન એવા સમયે તેજ બન્યું છે, જ્યારે અગાઉ પેપર લીકના મુદ્દે થયેલા યુવા પ્રદર્શનો બાદ જુલાઈમાં શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. CNN- સરકાર માટે જ નહીં, CJP માટે પણ મોટી પરીક્ષા અમેરિકન અખબાર CNN લખે છે કે કેટલાંક અઠવાડિયાં સુધી ધરણાં અને માર્ચ ચાલ્યા બાદ જુલાઈમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. આ મોદી સરકાર માટે એક રાજકીય આંચકો હતો. વિપક્ષી દળો પણ સરકારને આ પ્રકારનો આંચકો આપી શક્યા નહોતા. હવે મુખ્ય ચૂંટણી તમિશનર સામે થઈ રહેલું પ્રદર્શન CJP માટે એક પરીક્ષા છે. પાર્ટી એ જોવા માગે છે કે શું શિક્ષણ મંત્રીના રાજીનામા માટે અપનાવવામાં આવેલી તેની સફળ વ્યૂહરચનાને દેશની ચૂંટણી વ્યવસ્થા જેવા મોટા મુદ્દા પર પણ પુનરાવર્તિત કરી શકાય છે. સાઉથ ચાઇના પોસ્ટ- ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પર સવાલ હોંગકોંગના અખબાર સાઉથ ચાઇના પોસ્ટે લખ્યું છે કે મતદાર યાદીમાંથી આશરે 13 કરોડ નામો દૂર કરવામાં આવ્યાના સમાચાર બાદ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે મતદાર યાદીમાં ફેરફારથી ભાજપને ફાયદો થઈ શકે છે. શનિવારે દિલ્હીમાં પ્રદર્શન રોકવા માટે હજારો પોલીસ અને અર્ધલશ્કરી જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, ઘણા મેટ્રો સ્ટેશનો અને બજારો બંધ રહ્યા હતા અને 2,000થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અહેવાલમાં આ વિરોધને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અત્યાર સુધીના ગંભીર રાજકીય પડકારોમાંનો એક ગણાવવામાં આવ્યો છે. અલ જઝીરા - PM મોદી માટે અત્યાર સુધીનો સૌથી ગંભીર પડકાર અલ જઝીરાએ વિરોધ પ્રદર્શનને લઈને લખ્યું છે કે આ પીએમ મોદી અને તેમની સરકાર માટે અત્યાર સુધીના સૌથી ગંભીર પડકારોમાંના એક છે. ગયા અઠવાડિયે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ બાદ વિરોધ વધુ ઉગ્ર બની ગયો. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બે ચૂંટણી કમિશનરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મતદાર યાદીમાં કરેલા ફેરફારો પર સવાલ ઉઠાવ્યા હતા. આ ફેરફારોને કારણે મતદાર યાદીમાંથી લગભગ 13 કરોડ નામ હટાવી દેવામાં આવ્યા હતા. ભાજપનું કહેવું છે કે ચૂંટણીમાં તેની સફળતા મોદી લોકપ્રિયતા અને ભારતની આર્થિક પ્રગતિ દર્શાવે છે. પાર્ટીએ વિપક્ષ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    सुप्रीम कोर्ट तक मार्च शुरू, मेरी नहीं, सबकी लड़ाई है, बीजेपी वालों का भी स्वागत है-राहुल गांधी
    Next Article
    સુરતમાં 5થી લઈને 25 કિલોના ડ્રેસ સાથે ગરબાની રમઝટ:9.5 કિલોની પાઘડી અને ખજૂરભાઈના કાર્યોથી પ્રેરિત લુક, કોઈ બન્યું ‘મીનાક્ષી દેવી’ તો કોઈએ આપ્યો ‘સ્વચ્છ ભારત’નો સંદેશ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment