Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 5થી લઈને 25 કિલોના ડ્રેસ સાથે ગરબાની રમઝટ:9.5 કિલોની પાઘડી અને ખજૂરભાઈના કાર્યોથી પ્રેરિત લુક, કોઈ બન્યું ‘મીનાક્ષી દેવી’ તો કોઈએ આપ્યો ‘સ્વચ્છ ભારત’નો સંદેશ

    9 hours ago

    આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની રંગેચંગે શરૂઆત થઈ ચૂકી છે. ખેલૈયાઓમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. પહેલા નોરતે જ ગરબા રસિકો અવનવા ગેટઅપ અને આકર્ષક વેશભૂષા સાથે મેદાનમાં ઉતર્યા હતા. માત્ર ટ્રેડિશનલ ચણિયાચોળી કે કેડિયું જ નહીં, પરંતુ 5 કિલોથી લઈને 20 કિલો સુધીના ભારેખમ પોશાક, વિશેષ મુગટ અને સામાજિક સંદેશ આપતા ગેટઅપ ધારણ કરી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 'પરસેવો થતાં ડ્રેસનું વજન 25 કિલો થઈ જાય છે' ખેલૈયા જાનવી પરતિયાએ માતાજીની આરાધનાના ભાવ સાથે તમિલનાડુના પ્રસિદ્ધ મીનાક્ષી દેવીનો દિવ્ય ગેટઅપ ધારણ કર્યો છે. સામાન્ય રીતે તેમના આ ગેટઅપ અને વસ્ત્રોનું વજન 20 કિલો જેટલું હોય છે, પરંતુ સતત ગરબા રમતી વખતે પરસેવો શોષાવાને કારણે તે વધીને લગભગ 25 કિલો સુધી પહોંચી જાય છે. જાનવી છેલ્લા 10 વર્ષથી ગરબા રમે છે અને છેલ્લા 5 વર્ષથી તેમના ભાઈ સાથે જોડી બનાવીને ગરબે ઘૂમે છે. આટલા વજન સાથે પણ તેમના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નથી. 80 સભ્યોનું ગ્રુપ રમ્યું 'સ્વચ્છ ભારત' થીમ પર સ્વાસ્તિક ગરબા ગ્રુપના સભ્ય હરિન રાવલે જણાવ્યું હતું કે, તેમના 80 સભ્યના ગ્રુપે પહેલા નોરતે "ગરબા રમીએ ગૌરવથી, ભારતને રાખીએ સ્વચ્છતાથી" એવા સ્લોગન સાથે સ્વચ્છતા અભિયાનની ખાસ થીમ રજૂ કરી હતી. તેમનું ગ્રુપ વેસ્ટર્નથી લઈને પ્યોર દેશી ગામઠી શૈલી સુધીના વિવિધ સ્ટેપ્સ રમે છે. ખેલૈયાઓની ભીડ વચ્ચે જગ્યાની થોડી મર્યાદા હોવા છતાં ગ્રુપના તમામ સભ્યોએ ભારે જોશ સાથે સામાજિક સંદેશ પાથર્યો હતો. 9.5 કિલોની પાઘડી અને ખજૂરભાઈના કાર્યોથી પ્રેરિત લુક 40 વર્ષીય જીગર રાજેશકુમાર કાછીનો ગેટઅપ મેદાનમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેમના ગેટઅપનું કુલ વજન 19.5 કિલો છે, જેમાં ફક્ત પાઘડી (હેડ ગિયર)નું વજન જ 9.5 કિલો અને કપડાંનું વજન 10 કિલો છે. જીગરભાઈ છેલ્લા 4 મહિનાથી ગરબાની તૈયારી કરતા હતા અને છેલ્લા 1 મહિનાથી આ ભારે પોશાક પહેરીને જ અભ્યાસ કરતા હતા. તેમણે પાછળના ભાગે નેપાળમાં માનવતાવાદી કાર્યો કરનાર ખજૂરભાઈ (નીતિન જાની)ની પ્રેરણા દર્શાવી છે, જ્યારે આગળના ભાગમાં માતાજીનું સ્વરૂપ રાખ્યું છે. 10 વર્ષથી ગરબા રમતા જીગરભાઈ આટલા વજન સાથે પણ સહજતાથી ઘૂમી રહ્યા હતા. માથા પર માતાજીની માંડવી છેલ્લા 5 વર્ષથી ગરબા રમતા અમી પટેલે ભક્તિભાવ સાથે માથા પર માતાજીની માંડવી જેવો વિશેષ ગેટઅપ ધારણ કર્યો હતો. આ માંડવી ગેટઅપનું વજન આશરે 8થી 9 કિલો છે. ભારેખમ વજન છતાં નવરાત્રિના પ્રથમ દિવસથી જ તેમનો ઉત્સાહ ચરમસીમા પર જોવા મળ્યો હતો અને તેઓ નવે-નવ દિવસ આ જ ઊર્જા સાથે માતાજીની ભક્તિ અને ગરબા માણવા સંપૂર્ણ સજ્જ છે. જાતે તૈયાર કર્યો 6 કિલોનો મોરપીંછ મુગટ હીરલ ચૌધરીએ પોતે જાતે બનાવેલો મોરપીંછ સહિતનો કલાત્મક મુગટ પહેરીને મેદાનમાં એન્ટ્રી કરી હતી. તેમના સમગ્ર ગેટઅપનું વજન 5થી 6 કિલો છે. છેલ્લા 5 વર્ષથી ગરબા રમતા હીરલબહેને આ વજનદાર ડ્રેસમાં ગરબા રમવા માટે છેલ્લા 15 દિવસથી ખાસ પ્રેક્ટિસ કરી હતી. તેમની મહેનત રંગ લાવી અને તેઓ નોન-સ્ટોપ ગરબા રમતા જોવા મળ્યા હતા. 10 મહિનાની આકરી પ્રેક્ટિસ અને 10 કિલોનો પોશાક છેલ્લા 5 વર્ષથી નવરાત્રિમાં ગરબે ઘૂમતા વીર મેવાવાલાએ આ વર્ષે 8થી 10 કિલો વજન ધરાવતી ભારે પાઘડી અને પરંપરાગત પોશાક ધારણ કર્યો છે. આ વજન સાથે લયબદ્ધ ગરબા રમી શકાય તે માટે તેમણે છેલ્લા 8થી 10 મહિના સુધી સતત પ્રેક્ટિસ કરી હતી. વજનદાર પોશાકમાં પણ ગરબા રમવામાં તેમની ચપળતા અને ઊર્જા અકબંધ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    અલ-જઝીરાએ લખ્યું- મોદી માટે અત્યાર સુધીનો સૌથી ગંભીર પડકાર:NYTએ લખ્યું- વિપક્ષ એક્ટિવ-મોદીની છબીને ઝટકો, વૉશિંગ્ટન પોસ્ટ- મોદી સામે યુવાનોમાં રોષ; દિલ્હી પ્રદર્શન પર વર્લ્ડ મીડિયા
    Next Article
    JNUમાં જાતીય સતામણી: કોંગ્રેસના મૌન સામે ભાજપ મહિલા મોરચાનો વિરોધ:જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં, સાંસદને બરતરફ કરવાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment