Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Nvidia CEO જેન્સન હુઆંગે તમામ પદેથી રાજીનામું આપ્યું:કર્મચારીઓને કહ્યું હતું- ભૂલ થઈ, શરમ અનુભવું છું; કંપનીની વેલ્યૂ ₹27 લાખ કરોડ ઘટી

    23 hours ago

    દુનિયાની સૌથી મોટી ચિપ નિર્માતા કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના પર ચીની જાસૂસ સાથે સંબંધ રાખવાનો આરોપ છે. ન્યૂયોર્ક ટાઇમ્સના 29 ઓક્ટોબરે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં અફેરનો ખુલાસો થયો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે ચીની મહિલા ઉદ્યોગસાહસિક એલિસ હુઆંગ જાસૂસી કરી રહી હતી. આરોપ છે કે તેણે હુઆંગ સાથે નિકટતા વધારીને કંપની અને તેના વેપાર સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેન્સને અફેરની વાત સ્વીકારી, લખ્યું- ભૂલ થઈ, શરમ અનુભવું છું ખુલાસાના 2 દિવસ બાદ, 1 નવેમ્બરે જેન્સન હુઆંગે Nvidiaના તમામ કર્મચારીઓને આંતરિક સંદેશ મોકલીને સ્વીકાર્યું કે તેઓ પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહ્યા નથી. હુઆંગે લખ્યું, મારા આ પગલાથી મારી પત્ની અને બાળકોને ઘણું દુઃખ પહોંચ્યું છે. મને તેનો અફસોસ છે. તમારી સૌનો વિશ્વાસ જાળવી રાખવાની મારી જવાબદારી હતી, પરંતુ હું તેમાં નિષ્ફળ રહ્યો. જોકે, પોતાના આ સંદેશમાં તેમણે કોઈ મહિલાનું નામ લીધું નહોતું. દાવો- ટ્રમ્પને જેન્સનના અફેર વિશે 6 મહિનાથી જાણકારી હતી CNNના રિપોર્ટ મુજબ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષે મેમાં ચીનની યાત્રા પહેલાં જ તેની જાણકારી આપી દીધી હતી. ટ્રમ્પને ગુપ્તચર મેમોમાં જણાવાયું હતું કે હુઆંગના સંબંધો એવી એક મહિલા સાથે છે, જેને અમેરિકન અધિકારીઓ ચીની જાસૂસ માની રહ્યા છે. તેમ છતાં ટ્રમ્પ હુઆંગને બેઇજિંગ લઈ ગયા હતા. તેમણે અલાસ્કાથી રાષ્ટ્રપતિ સાથે એર ફોર્સ વન વિમાનમાં મુસાફરી પણ કરી હતી. જોકે, વ્હાઇટ હાઉસે આ અહેવાલને ફગાવી દીધો છે. આ દરમિયાન, અમેરિકન સાંસદોએ જાન્યુઆરીમાં કોંગ્રેસના નવા સત્ર બાદ આ મામલે વિગતવાર તપાસના સંકેતો આપ્યા છે. હુઆંગના બીજા અફેરનો પણ ખુલાસો, કંપનીની અધિકારી સાથે સંબંધો બીજા અફેર વિશે પણ જાણકારી સામે આવી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, હુઆંગના કંપનીની મહિલા અધિકારી કિમ્બર્લી પોવેલ સાથે અફેર હતું. કિમ્બર્લી સીધી રીતે જેન્સન હુઆંગને રિપોર્ટ કરતી હતી. જેન્સન આ પહેલાં ચીની મહિલા એલિસ હુઆંગ સાથે અફેર હોવાની વાત સ્વીકારી ચૂક્યા છે. એલિસ પર ચીની જાસૂસ હોવાની શંકા છે. આ વિવાદની અસર કંપનીના શેરો પર પણ પડી છે. કંપનીનું માર્કેટ વેલ્યુએશન 27 લાખ કરોડ રૂપિયાથી વધુ ઘટી ગઈ છે. કિમ્બર્લીએ Nvidiaમાં ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું હતું કિમ્બર્લી પોવેલે 2008માં Nvidiaમાં ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે કંપનીમાં સતત પ્રગતિ કરી. હવે તેઓ હેલ્થકેર બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. કંપનીની પ્રોફાઇલ મુજબ, શરૂઆતમાં તેમનું કામ મેડિકલ ઇમેજિંગમાં Nvidiaની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું હતું. Nvidiaમાં જોડાયા પહેલાં પોવેલ એક એન્જિનિયર તરીકે કામ કરતાં હતાં. ત્યારબાદ તેમણે એક ઇલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટની જવાબદારી સંભાળી. આ દરમિયાન તેમણે Nvidiaનો સંપર્ક કર્યો અને કંપનીની કમ્પ્યુટિંગ ચિપ્સના ઉપયોગ અંગે ચર્ચા કરી. લાઇફર્સ પોડકાસ્ટના એક એપિસોડમાં પોવેલે જણાવ્યું હતું કે જ્યારે Nvidiaને હેલ્થકેર ક્ષેત્રમાં પોતાની ટેક્નોલોજીના ઉપયોગની સંભાવનાઓ સમજાઈ, ત્યારે કંપનીએ તેમને પોતાની સાથે કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો. તેમણે આ તકને પોતાના માટે ‘સપનું સાકાર થવા જેવું’ ગણાવી હતી. જેન્સનના છૂટાછેડા થયા તો વિશ્વના સૌથી મોંઘા હશે જેન્સન હુઆંગ અને તેમની પત્ની લોરી વચ્ચે છૂટાછેડાની અટકળો તેજ બની છે. જો બંનેના છૂટાછેડા થાય છે, તો લોરીને 80 અબજ ડૉલર એટલે કે આશરે 7.20 લાખ કરોડ રૂપિયા મળી શકે છે, જે ઇતિહાસનો સૌથી મોંઘો છૂટાછેડા કરાર હશે. આ ઉપરાંત લૉરી વિશ્વની ચોથી સૌથી અમીર મહિલા પણ બની જશે. જેન્સન અને લૉરીએ 1985માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે. જેન્સને 8 નવેમ્બરે એક ચીની મહિલા સાથે અફેર હોવાની વાત સ્વીકારી હતી. જોકે, લૉરીએ છૂટાછેડા અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. કાયદા હેઠળ પત્નીને અડધી સંપત્તિનો અધિકાર જેન્સન અને લૉરી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં રહે છે. અહીંના કાયદા અનુસાર, લગ્ન દરમિયાન બનેલી સંપત્તિમાં પત્નીનો 50% હિસ્સો હોય છે. 1993માં શરૂ થયેલી Nvidiaનું માર્કેટ કેપ આશરે 405 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે જેન્સનની વ્યક્તિગત સંપત્તિ 14.56 લાખ કરોડ રૂપિયા છે. આવા સંજોગોમાં લોરીને લગભગ 7.20 લાખ કરોડ રૂપિયા મળી શકે છે. આ રકમ 2021માં બિલ ગેટ્સ અને મેલિન્ડા વચ્ચે થયેલા 76 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7.10 લાખ કરોડ રૂપિયાના છૂટાછેડાના કરાર કરતાં પણ વધુ હશે. જેન્સનની સંપત્તિ ઘટીને 6.92 લાખ કરોડ રૂપિયા થઈ એલિસ-જેન્સનના સંબંધો અને જાસૂસી કેસની તપાસ શરૂ થયા બાદથી Nvidiaના શેરમાં 5% સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે. જેન્સનની સંપત્તિ ઘટીને 6.92 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફોર્બ્સની અમીરોની યાદીમાં જેન્સન બે સ્થાન નીચે સરકીને 10મા સ્થાને આવી ગયા છે. આ ઉથલપાથલ વચ્ચે રોકાણકારોની નજર 17 નવેમ્બરે જાહેર થનારા કંપનીના ત્રિમાસિક પરિણામો પર ટકેલી છે. ચીની મહિલા જાસૂસીમાં સામેલ હોવાની શંકા જે મહિલા સાથે જેન્સન હુઆંગના સંબંધોની વાત સામે આવી છે, તેમનું નામ એલિસ હુઆંગ છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે તેઓ ચીનની ગુપ્તચર એજન્સી માટે કામ કરી રહ્યાં હતાં. એલિસ હુઆંગ ચીનનાં નાગરિક છે. તેઓ સિંગાપોરની ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ'માં સિનિયર એક્ઝિક્યુટિવના પદ પર કામ કરી ચૂક્યાં છે. રિપોર્ટ્સ જણાવે છે કે એલિસ ટેક અને ડેટા સેન્ટર બિઝનેસમાં પ્રવેશ કરતાં પહેલાં ટીવી રિપોર્ટર હતાં. તેમના અંગત જીવન વિશે વધુ વિગતો ઉપલબ્ધ નથી.
    Click here to Read More
    Previous Article
    Brooklyn Building Collapse: 8 Dead In New York, Pregnant Woman Rescued From Rubble
    Next Article
    અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ:4 લોકોને ગોળી વાગી, પોલીસે લોકોને વિસ્તાર ખાલી કરવાની અપીલ કરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment