Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NTPC ઝાનોરમાં કન્યા સશક્તિકરણ મિશનનો પ્રારંભ:27 બાળિકાઓને એક મહિનાની તાલીમ, 4ને મફત શિક્ષણ મળશે

    3 days ago

    ભરૂચ જિલ્લાના NTPC ઝાનોર-ગાંધાર ખાતે કન્યા સશક્તિકરણ મિશન (GEM) 2026 નો પ્રારંભ થયો. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. પૂર્વ GEM બાળિકાઓએ પોતાના અનુભવો શેર કરીને નવી ભાગ લેનાર છોકરીઓમાં ઉત્સાહ ભર્યો હતો. આ પ્રસંગે પપેટ શો દ્વારા પણ પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે રાઉતલાએ જણાવ્યું હતું કે દરેક બાળકીમાં સુષુપ્ત પ્રતિભા હોય છે. આ એક મહિનાની રહેણાંક વર્કશોપ તેમને આત્મવિશ્વાસ, જીવન કૌશલ્ય અને શિક્ષણમાં મજબૂત બનાવશે. તેમણે વાલીઓને પણ દીકરીઓને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી હતી. NTPC દ્વારા 2021 થી શરૂ કરાયેલી આ પહેલ હેઠળ ઝાનોર-ગાંધાર વિસ્તારમાં અત્યાર સુધી 125 થી વધુ બાળિકાઓને તાલીમ આપવામાં આવી છે. આ વર્ષે 27 બાળિકાઓ આ મિશનમાં ભાગ લઈ રહી છે. કાર્યક્રમ અંતર્ગત પસંદ કરાયેલી ટોચની 4 બાળિકાઓને બાલ ભારતી પબ્લિક સ્કૂલમાં ધોરણ 12 સુધી મફત શિક્ષણ પૂરું પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અભિષેક શર્માએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો:સનરાઇઝર્સ હૈદરાબાદની સારી શરૂઆત; પંજાબ કિંગ્સે ટૉસ જીતી બોલિંગ લીધી
    Next Article
    નશાકારક દવાઓના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી:પ્રિસ્ક્રિપ્શન વિના સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરતા શિવાની મેડિસિનનું લાઈસન્સ કાયમી રદ, અગાઉ 30 દિવસ માટે સસ્પેન્ડ કર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment