Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ NSUI ની નવી પેનલ જાહેર:શિવસેના વિદ્યાર્થી પાંખના પ્રમુખ NSUI માં જોડાયા, નારીશક્તિ અને વુમન એમ્પાવરમેન્ટ પર ભાર

    1 day ago

    આજે રાજકોટ ખાતે ગુજરાત NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના માર્ગદર્શન હેઠળ એક મહત્વની બેઠક યોજાઈ હતી. રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ ગૌરવ ખિમસુરિયાની આગેવાનીમાં આયોજિત આ જિલ્લા કારોબારીમાં સંગઠનનું વિસ્તરણ કરતા નવી પેનલની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ કમિટીના નેતા મુકેશ ચાવડા, ગુજરાત NSUI ના પૂર્વ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દિપ ભંડેરી જેવા દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી પ્રશાંત મકવાણા અને વિધાનસભા 68 ના પ્રમુખ ધવલ રાઠોડે પણ હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. શિવસેના વિદ્યાર્થી પાંખના પ્રમુખ NSUI માં જોડાયા આ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ રાજકોટ શહેર શિવસેના વિદ્યાર્થી સંગઠનના હયાત પ્રમુખ જીત ખોપકરનું રહ્યું હતું. તેઓ પોતાની ટીમ સાથે NSUI માં જોડાયા છે. સંગઠન દ્વારા તેમની ક્ષમતાને ધ્યાને રાખીને જીત ખોપકરને રાજકોટ જિલ્લા NSUI ના ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના જોડાવાથી વિદ્યાર્થી રાજકારણમાં NSUI વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. નારીશક્તિ અને વુમન એમ્પાવરમેન્ટ પર ભાર સંગઠનમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને 'વુમન એમ્પાવરમેન્ટ'ના ધ્યેય સાથે પ્રીતિબેન રાખેશિયાને મોટી જવાબદારી સોંપાઈ છે. પ્રીતિબેન (પોતાની ટીમ સહિત) સંગઠનમાં જોડાયા છે અને તેમને રાજકોટ જિલ્લા NSUI ના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક આગામી સમયમાં વિદ્યાર્થીનીઓના પ્રશ્નોને વધુ વાચા આપશે તેમ માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના ગુનામાં LCB પાલનપુરની કાર્યવાહી
    Next Article
    હસનાપુર શ્રમિક મહિલા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા:કોર્ટે પીડિત પરિવારને બે લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો, પૈસાની તકરારમાં 45 વર્ષીય મહિલાની હત્યા કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment