Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટનો વરસાદ:નીરજા ગુપ્તાના કથિત કૌભાંડ મામલે NSUIની જંતરમંતર જેવા આંદોલનની ચીમકી

    1 day ago

    ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળમાં લાખો રૂપિયાના કથિત કૌભાંડના આક્ષેપો થયા છે. ત્યારે NSUIએ ગુજરાત યુનિવર્સિટી ઈન્ચાર્જ કુલપતિની ઓફિસમાં ઘૂસી વિરોધ પ્રદર્શન કર્યું. જગદીશ જોશી પર નકલી નોટ વરસાવી 'નીરજા ગુપ્તા હાય હાય'ના નારા લગાવ્યા. નીરજા ગુપ્તા સામે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું. જો ફરિયાદ નહીં નોંધાય તો યુનિવર્સિટીમાં જંતર મંતર જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. NSUIના વિરોધ પ્રદર્શનની 3 તસવીર ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટનો વરસાદ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના કાર્યકાળમાં લાખો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરી NSUIના કાર્યકર્તાઓએ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો. ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની ઓફિસમાં ઘૂસી નકલી નોટનો વરસાદ કરતા ટેબલ પર નોટનો ઢગલો થયો. 72 કલાકમાં નીરજા ગુપ્તા સામે ફરિયાદ નોંધાવવા અલ્ટીમેટમ NSUIએ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માગ કરી. 72 કલાકમાં ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બંધનું એલાન અને કુલપતિનું મોઢું કાળું કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. આ સમાચાર પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં રજીસ્ટ્રારની પણ સંડોવણી? કુલપતિ રહેતા નિરજા ગુપ્તાએ દલા તરવાડીની નીતિ અપનાવ્યાના આક્ષેપ ગુજરાત યુનિવર્સિટીને PMJVK હેઠળ મળેલી અંદાજે 40 કરોડની ગ્રાન્ટના ઉપયોગને લઈને પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો થયા છે. નીરજા ગુપ્તાએ પોતાને જ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કરી અને આ હોદ્દા માટે આશરે 4.20 લાખનું કુલપતિના પગારની સાથે સાથે વધારાનું મહેનતાણું મેળવ્યું હતું. તેમજ જે ખાતામાં ગ્રાન્ટ જમા થઈ તેમાંથી 9.84 લાખ તેમના જર્મનીમાં રહેતા પુત્રના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ 40 કરોડની ગ્રાન્ટમાંથી 50 ટકાથી વધુ રકમના ઉપયોગનો હિસાબ હજુ પણ મળી રહ્યો નથી. નીરજા ગુપ્તાએ તેમની સત્તાનો દુરુપયોગ કરીને મળતિયાઓને 10 જેટલા હોદ્દા પર UGC ના નિયમ વિરુદ્ધ ડિરેક્ટર જેવા મહત્વના પદ સોંપી દીધા હોવાનું પણ સામે આવ્યું હતું. કુલપતિના પગાર કરતા પણ વધુ પગાર કેટલાક મળતિયાઓને ચૂકવી દેવામાં આવતા વિવાદ સર્જાયા બાદ હવે તમામ 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તપાસ કમિટીને સમગ્ર કૌભાંડની તપાસ સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં આગ:112 ટીમે સમયસર બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા, મોટી દુર્ઘટના ટળી; શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
    Next Article
    પીકઅપ ડાલાની સખત ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું મોત:ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, મહેસાણા-વિસનગર હાઈવે પર દેલા પાસેનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment