Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં આગ:112 ટીમે સમયસર બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા, મોટી દુર્ઘટના ટળી; શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

    1 day ago

    મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે બપોરે એક સ્કૂલ બસમાં અચાનક આગ લાગી હતી. આ બસ બાળકોને લઈને જઈ રહી હતી. ઘટનાસ્થળે હાજર 112 પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ટંકારાની આર્ય વિદ્યાલયની સ્કૂલ બસ સાથે બની હતી. બસ મિતાણા ગામના પુલ નીચેથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરની સીટ નજીકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર બસ આગની લપેટમાં આવી ગઈ હતી. બસમાં આગ લાગતાની સાથે જ 112 પોલીસ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ કર્મચારીઓએ બસના દરવાજા અને બારીઓ દ્વારા તમામ બાળકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સમયસરની આ કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાએ સ્કૂલ બસોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગને કાબૂમાં લેવા માટે બસમાં રહેલા ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે ખાલી હોવાનું સામે આવ્યું હતું. 112ની ગાડીમાં રહેલા નાના અગ્નિશામક સાધનથી પણ આગ ઓલવવાનો પ્રયાસ કરાયો, પરંતુ આગ વિકરાળ હોવાથી તેની ખાસ અસર થઈ ન હતી. આ ઘટના બાદ સ્કૂલ બસોમાં ફાયર સેફ્ટી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી પણ અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે આયોજન કરાયું
    Next Article
    ગુજરાત યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટનો વરસાદ:નીરજા ગુપ્તાના કથિત કૌભાંડ મામલે NSUIની જંતરમંતર જેવા આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment