Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NSUI અને યુથ કોંગ્રેસના 150હોદ્દેદારો અને કાર્યકરો આપ્યા સામૂહિક રાજીનામા:પ્રમુખની ગેરહાજરીમાં ટેબલ અને દીવાલ પર રાજીનામા ચોંટાડ્યા, "પક્ષ માટે કામ કરીએ છીએ પણ સતત અવગણના થાય છે" – યુવક કોંગ્રેસ

    8 hours ago

    ભાવનગર શહેર કોંગ્રેસમાં અંદરખાને સળગતો અસંતોષ હવે સપાટી પર આવ્યો છે અને એક મોટો રાજકીય વિવાદ સર્જાયો છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદની નિમણૂક મામલે સતત થતી અવગણના અને અન્યાયના ગંભીર આક્ષેપો સાથે NSUI અને યુથ કોંગ્રેસના અંદાજે 150 જેટલા હોદ્દેદારો તેમજ કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રોષે ભરાયેલા હોદ્દેદારો અને કાર્યકરો રાજીનામા આપવા માટે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જોકે, તે સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ હાજર ન હોવાથી કાર્યકરોએ વિરોધ દર્શાવતા રાજીનામાના પત્રો પ્રમુખના ટેબલ પર મૂકી દીધા હતા તેમજ કાર્યાલયની દીવાલ પર લગાવી દીધા હતા. પ્રમુખની ગેરહાજરીના કારણે આ રાજીનામા સ્વીકારાયા છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ શકી નથી. આ અંગે ભાવનગર શહેર યુવક કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ ગીરીરાજસિંહ વાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "શિક્ષણ સમિતિની પસંદગી કે અન્ય મહત્વના નિર્ણયોમાં સતત યુવક કોંગ્રેસ અને NSUI સાથે અન્યાય કરવામાં આવે છે અમે હોદ્દા પર રહીને કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરીએ છીએ, છતાં સતત અમારી અવગણના થાય છે જેથી કંટાળીને 100 થી 150 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. અમે ભવિષ્યમાં પણ કોંગ્રેસ સાથે જ જોડાયેલા રહીશું, પરંતુ આ પરિસ્થિતિમાં અમારે હવે આ હોદ્દાઓનું કોઈ કામ નથી." કોંગ્રેસના યુવા સંગઠનોમાં સર્જાયેલા આ વિખવાદના કારણે ભાવનગર શહેર કોંગ્રેસનું મોવડીમંડળ મૂંઝવણમાં મુકાઈ ગયું છે અને આગામી દિવસોમાં આ મામલે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    મતદાર યાદી સુધારણા ઝુંબેશ: 1500થી વધુ મતદાનમથક પર BLO હાજર:વલસાડમાં નામ ઉમેરવા અને કમી કરવા માટે કામગીરી કરાશે
    Next Article
    ખેરગામની પાટી પ્રાથમિક શાળાના બે શિક્ષક નિવૃત્ત થયા:આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે ભાવભીનો વિદાય સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment