Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ કોલેજ ઑફ કોમર્સના NSS યુનિટ દ્વારા '181 અભયમ' સેમિનાર:કટોકટીના સમયે 181 હેલ્પલાઇનની કામગીરી અને રેસ્ક્યુ ટીમ વિશે સમજ અપાઈ

    19 hours ago

    નેશનલ કોલેજ ઑફ કોમર્સના NSS યુનિટ દ્વારા વિદ્યાર્થિનીઓની સુરક્ષા, જાગૃતિ અને સશક્તિકરણના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારની ‘181 અભયમ મહિલા હેલ્પલાઇન’ના સહયોગથી વિશેષ સેમિનારનું આયોજન કરાયું હતું. ‘મહિલા સુરક્ષા’ વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં કોલેજની મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનાર દરમિયાન અભયમ ટીમ દ્વારા ઘરેલુ હિંસા, જાતીય સતામણી, છેડતી કે અન્ય કોઈ કટોકટી વખતે 181 પર કૉલ કરવાથી રેસ્ક્યુ વાન અને કાઉન્સેલર ગણતરીની મિનિટોમાં મદદ માટે કેવી રીતે પહોંચે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ હેલ્પલાઇન મુશ્કેલીના સમયે મહિલાઓ માટે કઈ રીતે સંજીવની સમાન સાબિત થાય છે તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. '181 Abhayam App' નો પ્રેક્ટિકલ ઉપયોગ અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ડિજિટલ યુગમાં સ્માર્ટફોનનો સુરક્ષા માટે ઉપયોગ સમજાવતા વિદ્યાર્થિનીઓને '181 Abhayam App' ડાઉનલોડ કરાવી 'SOS' બટન અને લોકેશન ટ્રેકિંગનું પ્રેક્ટિકલ માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોથી સાવચેત રહેવા, સાયબર બુલિંગ, ઓનલાઇન છેતરપિંડી સામે કાયદાકીય મદદ મેળવવા અને મહિલાઓના મૂળભૂત કાયદાકીય અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી. દીકરીઓમાં આત્મવિશ્વાસ વધ્યો આ વિશેષ સેમિનારના કારણે કોલેજની દીકરીઓમાં એક નવો આત્મવિશ્વાસ અને જાગૃતિ જોવા મળ્યા હતા. કાર્યક્રમના અંતે નેશનલ કોલેજ ઑફ કોમર્સના સિનિયર પ્રોફેસર તથા NSS પ્રોગ્રામ ઓફિસર દ્વારા ૧૮૧ અભયમની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો. સાથે જ કોલેજ દ્વારા ભવિષ્યમાં પણ મહિલા સશક્તિકરણના આવા કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા દર્શાવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સુમુલ ડેરીના પ્રમુખ બન્યા પૂર્વ મંત્રી કાંતિ ગામિત:ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી, બે વખત મિંટિગ થયા બાદ ભાજપ નેતાઓમાં હતી ખેંચતાણ
    Next Article
    Ahmedabad Makarba Flyover Traffic Jam | લોકાર્પણના બીજા જ દિવસે મકરબા બ્રિજ પર ટ્રાફિકજામ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment