Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NRIએ પત્નીની જાસૂસી કરાવી'ને અમદાવાદમાં બીજો પરિવાર નીકળ્યો:ચણિયાચોળીમાં રાખેલા ટ્રેકરથી નજર, ફિયાન્સીની જાસૂસીના કેસ વધ્યા, નવરાત્રિમાં ડિટેક્ટિવના 60 હજાર સુધીના પેકેજ

    11 hours ago

    નવરાત્રીના પર્વ પર ડિટેક્ટિવની ડિમાન્ડમાં જંગી ઉછાળો આવ્યો છે. ટેકનોલોજીના આધુનિક જમાનામાં ડિટેક્ટિવ્સ હવે માત્ર ફિઝિકલ વોચ જ નહીં, પરંતુ સાથોસાથ હાઇટેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો પણ બહોળો ઉપયોગ કરી રહ્યા છે. નવરાત્રીમાં યુવાનો અને યુવતીઓ મોડી રાત સુધી ઘરની બહાર રહેતા હોવાથી પેરેન્ટ્સ અને પાર્ટનર્સ શંકાના નિવારણ માટે જાસૂસી કરાવે છે. આ ટ્રેન્ડમાં કોઈન સાઇઝ લોકેશન ટ્રેકર, પાવર બેંક કેમેરા અને મેગ્નેટિક ઓડિયો ટ્રેકર જેવા આધુનિક સાધનોની માગ સૌથી વધુ છે. આ સાધન સેવાઓ માટે સુરતની ડિટેક્ટિવ એજન્સીઓ દૈનિક રૂ.7,000થી લઈને 60,000 સુધીના સ્પેશિયલ નવરાત્રી પેકેજ ઓફર કરી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં આ વર્ષે ડિટેક્ટિવ પાસે 50% કેસ વધ્યા જેમાં સૌથી વધુ ફિયાન્સી પર વોચ રાખવાના કેસ છે. 4,500 પ્રતિ નાઇટથી બેઝિક ચાર્જથી એજન્સીઓમાં કેસ આવી રહ્યા છે. જ્યારે એક ડિટેક્ટિવે ચોંકાવાનારો કિસ્સો કહ્યો હતો કે, 2025ની નવરાત્રીમાં એક NRIએ પત્નીની જાસૂસી કરાવી અને અમદાવાદમાં બીજો પરિવાર નીકળ્યો હતો. આ ઉપરાંત, ટીનેજર ડ્રગના રવાડે ન ચડે તે બાબતે માતા-પિતા પણ ડિટેક્ટિવ પાસે દેખરેખ રખાવી રહ્યા છે. આ વખતે ગરબા રમવા જતી વેળાએ સાવધાન રહેજો, કારણ કે શક્ય છે કે તમારી ઉપર પણ કોઈ ડિટેક્ટિવની નજર હોઈ શકે છે. 'નવરાત્રીમાં અમારું 70 ટકા કામ વધી જાય છે' સુરત અને ગોવામાં 'સેવન્થ સેન્સ ગ્રુપ'ની ડિટેક્ટિવ એજન્સી ચલાવતા પ્રકાશ પ્રજાપતિ કહે છે કે, લોકો પોતાના પાર્ટનરનું ક્યાંક બીજે અફેર તો નથી'ને તે તપાસવા માટે અમારી પાસે આવે છે. પેરેન્ટ્સ પણ પોતાના દીકરા-દીકરી મોડી રાત સુધી કોની સાથે ફરે છે, કોઈ ખોટી સંગત કે ડ્રગ્સ-ડ્રિન્કના રવાડે તો નથી ચડ્યાને તે જાણવા માટે એજન્સીની મદદ લે છે. અમદાવાદમાં રૂ. 4,500 પ્રતિ નાઇટથી બેઝિક ચાર્જ શરૂ અમદાવાદમાં ‘ડિટેક્ટિવ વોચ’ના ખર્ચની વાત કરીએ તો JV ડિટેક્ટિના જણાવ્યા પ્રમાણે અમદાવાદથી આશરે 10થી 12 કિલોમીટરનું અંતર લોકલ ગણવામાં આવે છે. નવરાત્રી દરમિયાન બેઝિક ચાર્જ આશરે રૂ. 4,500 પ્રતિ નાઇટથી શરૂ થાય છે. ત્યારબાદ ક્લાયન્ટને કેટલી ડીપ ઇન્વેસ્ટિગેશન કરાવવી છે તેના આધારે ખર્ચ વધે છે. તેમાં પાસના ખર્ચા, પાણી અને ફૂડના ખર્ચા તેમજ ડિસ્ટન્સ વધારે હોય તો વધારાના ખર્ચનો સમાવેશ થાય છે. જો એક વ્યક્તિની જગ્યાએ બે ડિટેક્ટિવ અથવા કપલને મુકવાની જરૂર પડે તો તેનો ખર્ચ પણ અલગથી ઉમેરાય છે. અને આ વખતે અમદાવાદના ગરબા ગ્રાઉન્ડમાં આ નવરાત્રી દરમિયાન આ ડિટેક્ટિવ એજન્સીના આશરે 24 યુવક-યુવતીઓની ટીમ અલગ-અલગ કેસમાં વોચ રાખશે. NRI ક્લાયન્ટનો ચોંકાવનારો કેસ અમદાવાદની સ્નૂપ ડિટેક્ટિવ એજન્સીના ઓનર અભિષેક રામીએ કહ્યું કે, 2025ની નવરાત્રી દરમિયાન મારી પાસે ઓસ્ટ્રેલિયા બેઝ્ડ એક NRI ક્લાયન્ટનો કેસ આવ્યો હતો. ક્લાયન્ટને પોતાની પત્ની દર ત્રણથી ચાર મહિને અમદાવાદ કેમ આવતી હતી અને ખાસ કરીને નવરાત્રી દરમિયાન અહીં આવવા પાછળનું કારણ શું હતું, તેની તપાસ કરાવી હતી. ક્લાયન્ટને શંકા હતી કે તેની પત્નીને નવરાત્રી કે ગરબામાં ખાસ રસ નહોતો, તેમ છતાં તે નવરાત્રી દરમિયાન અમદાવાદ આવવાનું નક્કી કરતી હતી. જેથી ડિટેક્ટિવ ટીમે મહિલાનું ફિઝિકલ ફોલોઅપ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી હતી. મહિલાનું અમદાવાદમાં એક બીજું પરિવાર હોવાની માહિતી મળી હતી. આ પરિવારમાં બાળકો અને પતિ પણ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. 'તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મહિલાનો અગાઉ વિદેશ જવા માટેનો પ્રયાસ થયો હતો, પરંતુ વિઝા સંબંધિત મુશ્કેલી આવી હતી. ત્યારબાદ મેટ્રિમોનિયલ માધ્યમથી ઓસ્ટ્રેલિયા સ્થિત વ્યક્તિ સાથે પરિચય થયો અને બંનેએ લગ્ન કર્યા બાદ મહિલા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ હતી. જોકે અમદાવાદમાં રહેલા પરિવાર સાથે પણ તેનો સંપર્ક અને સંબંધ જળવાયેલો હતો. આ સમગ્ર મામલો વિઝા મેળવવાના હેતુ સાથે જોડાયેલો હોવાની શંકા પણ તપાસમાં સામે આવી હતી.' અભિષેક રામીએ આ કેસને ચોંકાવનારો ગણાવ્યો હતો. ‘અંદાજે 70 ટકા કેસમાં તપાસ દરમિયાન કોઈને કોઈ પ્રકારની માહિતી અથવા પુરાવા મળી આવે છે. કેટલીક વખત તો ક્લાયન્ટની અપેક્ષા કરતાં પણ અનેકગણી વધુ માહિતી તપાસમાં સામે આવે છે.’ 'સરળતાથી એક સંબંધમાંથી બીજા સંબંધમાં આગળ વધવાની માનસિકતા' નવરાત્રી દરમિયાન સંબંધોને લઈને આવા કેસ કેમ વધે છે તે અંગે અભિષેક રામીએ જણાવ્યું કે, બદલાતી જીવનશૈલી અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને કારણે નવી પેઢીના સંબંધોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. અગાઉની સરખામણીએ આજની પેઢીમાં સંબંધોને લઈને ગંભીરતાનું પ્રમાણ કેટલાક કિસ્સામાં ઘટ્યું છે અને સરળતાથી એક સંબંધમાંથી બીજા સંબંધમાં આગળ વધવાની માનસિકતા જોવા મળે છે. આ વર્ષે ડિટેક્ટિવ પાસે 50% કેસ વધ્યા ત્યારબાદ ભાસ્કર ટીમે અમદાવાદની JV ડિટેક્ટિવ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ ત્રિવેદી સાથે ટેલિફોનિક વાત કરી હતી. જેમાં વિશાલ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ વખતે નવરાત્રી દરમિયાન મારી પાસે લગભગ 31થી 32 કેસ પ્રી-બુક થઈ ચૂક્યા છે, જ્યારે વધુ બે કેસ હજુ ડિસ્કશનમાં છે. એટલે કૂલ 33 કેસ થવાની શક્યતા છે. જ્યારે ગયા વર્ષે નવરાત્રી દરમિયાન આશરે 22થી 23 કેસ આવ્યા હતા. એટલે આ વર્ષે કેસમાં અંદાજે 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પતિ-પત્નીએ એકબીજાની જાસૂસી માટે અલગ અલગ ડિટેક્ટિવ નિમ્યા ત્રિવેદીએ એક કેસ વિશે કહ્યું કે, ગયા વર્ષની નવરાત્રીનો એક કિસ્સો તો ડિટેક્ટિવ માટે પણ ખૂબ રેર અને યાદગાર બની ગયો હતો. 2025ની નવરાત્રીમાં એક પતિ અને પત્ની એકબીજા પર નજર રાખવા માટે અલગ-અલગ ડિટેક્ટિવ એજન્સીની મદદ લીધી હતી. એટલે કે પત્નીએ પતિ પાછળ એક એજન્સી લગાવી હતી અને પતિએ પત્ની પાછળ બીજી એજન્સી લગાવી હતી. બંને પોતાના-પોતાના પાર્ટનર સાથે એક જ ગરબાના આયોજનમાં પહોંચ્યા. બંને અલગ-અલગ પાર્ટનર સાથે પકડાયા 'એક તરફ એક ડિટેક્ટિવ ટીમ પતિને ફોલો કરી રહી હતી, તો બીજી તરફ બીજી એજન્સીના ડિટેક્ટિવ પત્ની પર નજર રાખી રહ્યા હતા. અને આખરે બંને એક જ ગરબામાં પોતાના અલગ-અલગ પાર્ટનર સાથે પકડાઈ ગયા. આ દરમિયાન ત્યાં કેઓસ જેવું વાતાવરણ સર્જાયું હતું, કારણ કે બે અલગ-અલગ એજન્સીના ડિટેક્ટિવ એક જ સ્થળે બંનેની પાછળ હતા.' 'ટીનેજરને ડ્રગ્સના રવાડે ચડાવવાના કિસ્સા વધી રહ્યા છે' નવરાત્રી દરમિયાન ટીનેજર બાળકોની સુરક્ષા અને સેફ્ટીને લઈને માતા-પિતાની ચિંતા વધતાં હવે તેઓ ડિટેક્ટિવ એજન્સીઓની મદદ લઈ રહ્યા છે. પોલીસ, 'શી ટીમ' અને 112 ની ટીમ તૈનાત હોવા છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળતા હોવાથી દરેક પર વ્યક્તિગત વોચ રાખવી શક્ય હોતી નથી, જેના કારણે કેટલાક માતા-પિતા ખાસ કરીને પોતાની દીકરીઓની સુરક્ષા માટે આ પગલું ભરી રહ્યા છે. બીજી તરફ, ડિટેક્ટિવ એજન્સીઓના દાવા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ગરબાના નામે ટીનેજર્સને ટ્રેપ કરવા, તેમનું શોષણ કરવા તથા 15થી 17 વર્ષના બાળકોને ડ્રગ્સના રવાડે ચડાવવાના કિસ્સા વધી રહ્યા છે; સામાન્ય રીતે દર મહિને આવા સરેરાશ બે કેસ આવતા હોય છે, પરંતુ ચાલુ નવરાત્રી દરમિયાન જ વર્તનમાં બદલાવ અને નશીલા પદાર્થોના સેવનની શંકા ધરાવતા આવા ત્રણ કિસ્સા સામે આવતા માતા-પિતાની ચિંતાના આધારે બાળકો પર ખાસ વોચ રાખવાનું પ્લાનિંગ કરાયું છે. 'ડિટેક્ટિવ્સની ગરબા દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસમાં દીકરીઓ પર વોચ' 'આ વર્ષે આવા ચાર કેસ એવા છે જેમાં ટીનેજર દીકરીઓની સુરક્ષા માટે ગર્લ ડિટેક્ટિવની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. ડિટેક્ટિવ એજન્સીની ગર્લ્સ ટીમ છે, જેમાં મહિલા ડિટેક્ટિવ અને ઇન્વેસ્ટિગેટર હોય છે. આ મહિલા ડિટેક્ટિવ્સ ગરબા દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસમાં રહીને દીકરીઓ પર વોચ રાખે છે. સામાન્ય રીતે ટીમ કોઈ પણ વ્યક્તિના અંગત જીવનમાં ઇન્ટરફિયર કે ઇન્ટરપ્ટ કરતી નથી. પરંતુ જો તેમને સિક્યોરિટી કે સેફ્ટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ થતું જણાય અથવા પરિસ્થિતિ શંકાસ્પદ લાગે તો પેરન્ટ્સને જાણ કરાય છે અને જરૂર પડે ત્યારે ટીમ ઇન્ટરફિયર પણ કરે છે. 'થર્ડ પર્સન જાસૂસી કરાવા આવે તો ના પાડીએ છીએ' વિશાલ ત્રિવેદીએ કહ્યું કે, જો કોઈ થર્ડ પર્સન અન્ય વ્યક્તિની જાસૂસી કરાવવા માટે આવે તો તે કામને રિસ્પેક્ટફુલી ના પાડી દઈએ છીએ. હું માત્ર ફેમિલી મેમ્બર્સ માટે જ આ પ્રકારનું કામ કરું છે, જેમ કે હસબન્ડ-વાઇફ એકબીજા માટે, માતા-પિતા પોતાના બાળકો માટે અથવા પાર્ટનર પોતાના પાર્ટનર માટે. ફિયાન્સી પર નજર રાખવાના કેસો વધ્યા 'કેસની શરૂઆતમાં ડિટેક્ટિવ ટીમને જે વ્યક્તિ પર વોચ રાખવાની હોય તેના વાહનની માહિતી, ઘરનું સરનામું, તે દિવસે જ્યાં જવાનું હોય તે સ્થળનું એડ્રેસ અને ખાસ કરીને તે દિવસે વ્યક્તિએ કેવા કપડાં પહેરવા સહિતની માહિતી લેવામાં આવે છે. ત્યારબાદ ડિટેક્ટિવ ટીમ દ્વારા તેનું શેડોઇંગ કરવામાં આવે અને જો સેફ્ટી અથવા સિક્યોરિટીને લઈને કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો જરૂર પ્રમાણે ક્લાયન્ટને જાણ કરવામાં આવે છે અથવા ટીમ દ્વારા ઇન્ટરફિયર પણ કરવામાં આવે છે.' ‘આજકાલ લોકોમાં પોતાના પાર્ટનર અને બાળકોની સુરક્ષા તથા સેફ્ટી અંગે અવેરનેસ વધતાં ડિટેક્ટિવ એજન્સીઓનો સંપર્ક કરવાનું પ્રમાણ વધ્યું છે. હવે માત્ર પતિ-પત્ની જ નહીં, પરંતુ સગાઈ થઈ ગયા બાદ પણ યુવક-યુવતીઓ પોતાના ફિયાન્સીના ફ્રેન્ડ સર્કલ, ગ્રુપ કલ્ચર અને જાહેર સ્થળો પરના વર્તન અંગે તપાસ કરાવતા હોય છે. ખાસ કરીને નવરાત્રી જેવા તહેવારો દરમિયાન પાર્ટનરના વર્તનમાં બદલાવ દેખાય, મોબાઇલમાં વધારે વ્યસ્ત રહેતા હોય કે કંઈક શંકાસ્પદ લાગે ત્યારે મહિલા અને પુરુષ બંને પક્ષે આવી એજન્સીઓ મારફતે નજર રાખવામાં આવે છે.’
    Click here to Read More
    Previous Article
    મ્યાનમારથી આવતા ડ્રગ્સનું ગેટવે બન્યું મિઝોરમ:8 મહિનામાં 846 કરોડ ડ્રગ્સ જપ્ત; 930ની ધરપકડ, જેમાં 111 વિદેશી
    Next Article
    તિથલમાં અનાજ-કઠોળ કૃતિ અને રંગોળી સ્પર્ધા યોજાઈ:300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભા બતાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment