Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યાનમારથી આવતા ડ્રગ્સનું ગેટવે બન્યું મિઝોરમ:8 મહિનામાં 846 કરોડ ડ્રગ્સ જપ્ત; 930ની ધરપકડ, જેમાં 111 વિદેશી

    8 hours ago

    મિઝોરમ મ્યાનમારથી આવતા ડ્રગ્સનું ગેટવે બનતું જઈ રહ્યું છે. 510 કિમી લાંબી ખુલ્લી સરહદનો લાભ લઈને તસ્કરો જંગલો અને સરહદી ગામડાઓ મારફતે હેરોઇન અને મેથામ્ફેટામાઇન ભારતમાં લાવી રહ્યા છે. છેલ્લા 8 મહિનામાં 846 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 930 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં 111 વિદેશીઓ પણ સામેલ છે. ઈડીની તાજેતરની કાર્યવાહી દરમિયાન મ્યાનમારના સરગના થિંગચુંગઆંગ ઉર્ફે ચિંતુઆંગ સાથે જોડાયેલા 22 બેંક ખાતાઓમાંથી 4.8 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા. તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક ડ્રગ્સની ખરીદી, સરહદ પાર પરિવહન, સંગ્રહ, દેશની અંદર સપ્લાય અને હવાલા મારફતે ચુકવણી સુધીનું નિયંત્રણ કરી રહ્યું હતું. મિઝોરમમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં જપ્ત કરવામાં આવેલી ડ્રગ્સની તસવીરો… બેતરફી ચેન: કાચો માલ ભારતમાંથી જતો હતો, ડ્રગ્સ મ્યાનમારથી આવતાં હતાં તસ્કરી નેટવર્ક માત્ર મ્યાનમારથી ભારતમાં ડ્રગ્સ મોકલવા પૂરતું મર્યાદિત નહોતું. ભારતમાંથી, ખાસ કરીને ગુજરાતથી, સ્યુડોએફેડ્રિન ટેબ્લેટ અને કેફીન એનહાઇડ્રસ જેવા રસાયણો મિઝોરમના માર્ગે મ્યાનમાર પહોંચાડવામાં આવતા હતા. ત્યાંની ગેરકાયદેસર લેબમાં તેનો ઉપયોગ ડ્રગ્સ બનાવવામાં થતો હતો. ત્યારબાદ તૈયાર ડ્રગ્સ ફરી મિઝોરમના માર્ગે ભારતમાં લાવવામાં આવતી હતી. ઈડીની અગાઉની તપાસમાં પ્રિકર્સર રસાયણોના કરોડો રૂપિયાના સપ્લાય અને હવાલા લેવડદેવડની કડીઓ પણ સામે આવી છે. હવાલા, મ્યૂલ ખાતાં અને ફ્રન્ટ કંપનીઓ દ્વારા ચાલતો હતો કારોબાર ડ્રગ્સમાંથી થતી કમાણી છુપાવવા અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે નેટવર્કે અનેક સ્તરો બનાવ્યા હતા. અલગ-અલગ લોકો અને ફ્રન્ટ કંપનીઓના નામે ડઝનબંધ બેંક ખાતાં ખોલવામાં આવ્યા હતા. તેમાં રકમ ઝડપથી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. કેટલાક મ્યૂલ ખાતાઓનો ઉપયોગ માત્ર પૈસા ફેરવવા માટે થતો હતો. હવાલા નેટવર્ક દ્વારા પણ ચુકવણી કરવામાં આવતી હતી, જેથી રકમનો વાસ્તવિક સ્ત્રોત શોધવો મુશ્કેલ બને. તપાસમાં કેટલાક ઓપરેટરોના ખાતાઓમાં 50 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો મળી આવ્યા. ચિંતુઆંગે અનેક ભારતીય બેંક ખાતાઓની માહિતી આપી, જેના આધારે ઈડીએ મની ટ્રેલનો પત્તો લગાવ્યો.
    Click here to Read More
    Previous Article
    આજથી RBIની 3 દિવસની બેઠક:રેપો રેટમાં 0.25%નો વધારો થઈ શકે છે, લોન લેવી મોંઘી થઈ જશે; EMI પણ વધશે
    Next Article
    NRIએ પત્નીની જાસૂસી કરાવી'ને અમદાવાદમાં બીજો પરિવાર નીકળ્યો:ચણિયાચોળીમાં રાખેલા ટ્રેકરથી નજર, ફિયાન્સીની જાસૂસીના કેસ વધ્યા, નવરાત્રિમાં ડિટેક્ટિવના 60 હજાર સુધીના પેકેજ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment