Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NRI મહિલાનો ત્રીજો પતિ પણ દગાબાજ નીકળ્યો:પત્નીએ ફોન ચેક કરતા ડઝનથી વધુ મહિલાઓ સાથે અફેર હોવાનું ખૂલ્યું, પતિ સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ

    8 hours ago

    અમદાવાદના મકરબા વિસ્તારની અને અમેરિકાની સિટિઝનશિપ ધરાવતી 46 વર્ષીય મહિલાના અગાઉ બે વાર છૂટાછેડા થયા હતા. વર્ષ 2023માં તેમણે શાદી ડૉટ કોમ મારફતે મકરબાના એક યુવક સાથે સંપર્ક કર્યો હતો અને ઓગસ્ટ 2024માં બંનેએ લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્નના માત્ર 15 દિવસમાં જ આ સુખનો અંત આવ્યો હતો. પતિ સતત ફોન પર વ્યસ્ત રહેતો હોવાથી મહિલાને શંકા ગઈ હતી. ફોન ચેક કરતાં મોબાઈલમાંથી ગોવા, USA અને અમદાવાદ સહિતની એક ડઝનથી વધુ મહિલાઓ સાથેના પ્રેમસંબંધોની ચેટ મળી આવી હતી. પતિની દારૂ-જુગારની ટેવ અને શારીરિક-માનસિક અત્યાચાર જ્યારે પત્નીએ ચેટ અંગે પૂછપરછ કરી ત્યારે પતિએ મારઝૂડ કરી ગંદી ગાળો આપી હતી. પતિ દારૂ અને જુગારની કૂટેવ ધરાવતો હતો. ગોવા અને બાલીના પ્રવાસ દરમિયાન ગોવાની હોટેલમાં જુગારમાં પૈસા હારી ગયા બાદ તેણે પત્ની સાથે ખરાબ વર્તન કર્યું હતું. એટલું જ નહીં, પતિની એક પ્રેમિકાએ પોતે જ તેની પત્ની હોવાનું જણાવતાં NRI મહિલા ગભરાઈ ગઈ હતી. આ બાબતે ઝઘડો થતાં પતિએ આવેશમાં આવીને તેમનો હાથ ખેંચી કાંડાના ભાગે ઈજા પહોંચાડી હતી. દહેજની માગણી અને પોલીસ ફરિયાદ વર્ષ 2025માં મહિલાના પિતાએ એક દુકાન વેચી હતી. આ પૈસા આવ્યાની જાણ થતાં જ પતિ અને તેના અગાઉના લગ્નથી થયેલા બે બાળકોએ ઘરમાં શાંતિથી રહેવું હોય તો એ પૈસા દહેજ પેટે આપવા કહી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત, સ્ત્રીધન તરીકે લાવેલા દાગીના પણ લોકરમાં મૂક્યાનું કહી પરત આપ્યા ન હતા. પતિની સુધરવાની કોઈ શક્યતા ન જણાતાં અને બ્લેકમેલિંગથી કંટાળીને મહિલાએ પતિ, તેના પુત્ર અને પુત્રી સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મનપા બાદ જિલ્લા પંચાયતમાં મોંઘવારીનો માર:રાજકોટ જિલ્લામાં લોકસંપર્ક માટેનો પ્રવાસ ખર્ચ વધતા માનદ ભથ્થું વધારવા માંગ, ભાડલાનાં મહિલા સભ્યએ CMને પત્ર લખ્યો
    Next Article
    3 Women Journalists Allege Cops Sexually Harassed Them During Delhi Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment