Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં NRI વૃદ્ધાના ઘરમાંથી રૂ.14.90 લાખની મત્તાની ચોરી:મકાનના ઉપરના માળે જ રહેતા મહિલાએ ચોરી કરી હોવાની આશંકા, વૃદ્ધા બાથરૂમમાં ગયા ત્યારે ચાવી વડે કબાટ ખોલી દાગીના અને રોકડ રકમ ચોરી કરી

    6 days ago

    વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં એકલા રહેતી એન.આર.આઈ વૃદ્ધાના ઘરમાં તેમના ઉપરના માળે રહેતી મહિલાએ જ સોનાના દાગીના અને રોકડ મળી રૂ. 14.90 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાના આશંકા છે. જેથી NRI મહિલાએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી સાઇરંગ હાઈટ્સ સોસાયટીમાં રહેતા ગીતાબેન મનુભાઈ પટેલ (ઉ.વ. 65) છેલ્લા 36 વર્ષથી અમેરિકાના એટલાન્ટા સિટી જોર્જિયા સ્ટેટમાં સ્થાયી છે. તેઓ દર વર્ષે દિવાળીના તહેવાર બાદ વડોદરા આવીને પોતાના અટલાદરાના મકાનમાં રહેતા હોય છે. આ વર્ષે પણ દિવાળી પર આવ્યા હતા અને ત્રણેક મહિનાથી તેઓ એકલા રહેતા હતા. ગીતાબેન પટેલ પોતાની સાથે અમેરિકાથી બે સોનાના સેટ, તુલસી માળા તથા ડાયમંડ બુટ્ટી લાવ્યા હતા અને દાગીના તથા રૂ. 50 હજાર રોકડ રકમ તેમણે પોતાના બેડરૂમના કબાટમાં સુરક્ષિત રાખી હતી. કબાટની ચાવી પણ નજીકમાં જ રાખી હતી. 14 માર્ચના રોજ સવારે જ્યારે ગીતાબેને કબાટ ખોલીને જોયું, ત્યારે દાગીના અને રોકડ ગાયબ હોવાનું જણાયું હતું. આ બનાવને લઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા અને પોતે કબાટ સહિત આખા રૂમમાં તપાસ શરૂ કરી હતી. પરંતુ દાગીના અને રોકડ રકમનો કોઈ પતો લાગ્યો ન હતો. તેમના મકાનના ઉપરના માળે રહેતા અમીબેન મનપ્રીતસિંહ નામની મહિલા અવારનવાર તેમના ઘરે આવતી-જતી હતી. ઘટનાના દિવસે પણ તે ઘરે આવી હતી. દરમ્યાન અમીબેન ઘરમાં હાજર હતા ત્યારે ગીતાબેન બાથરૂમમાં ગયા હતા. ત્યારે આ તકનો લાભ લઈ કબાટની ચાવી વડે કબાટ ખોલીને બે સોનાના સેટ, સોનાની માળા, ડાયમંડ બુટ્ટી અને રૂ. 50 હજાર રોકડ મળીને અંદાજે રૂ. 14.90 લાખની માલ મતાની ચોરી કરી હોવાની આશંકા સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધાના કહ્યા મુજબ મહિલાએ ચોરી કરી હોવાની કબુલાત કરી છે પરંતુ દાગીના અને રોકડ રકમ ક્યાં છુપાવી છે તે જણાવતી નથી.
    Click here to Read More
    Previous Article
    રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયાની માલદીવમાં બોટ પલટી:સારવાર માટે મુંબઈ એરલિફ્ટ કરાયા; અકસ્માતમાં ભારતીય સહિત 2 લોકો ગુમ
    Next Article
    ડો. કમલ નાઢા સહિત પત્રકાર ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ:હોસ્પિટલના લેબર રૂમમાં સ્પાય કેમેરાથી અંગત વીડિયો બનાવી 25 લાખની ખંડણી માંગી, 3000થી વધુ વીડિયો રેકોર્ડિંગ હોવાનું સામે આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment