Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી પોલીસ બની NRIને લૂંટનારી ગેંગનો ફરાર આરોપી દબોચાયો:10 વર્ષથી મહારાષ્ટ્રમાં ખેડૂત બની છુપાયો હતો, 5 લાખની ખંડણી અને લૂંટનો પર્દાફાશ

    1 day ago

    સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે 2016માં બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચકચારી હનીટ્રેપ અને લૂંટના ગુનામાં છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ રહેલા આરોપી પ્રવિણ રમેશભાઈ રાઠોડ (ઉં.વ. 36)ને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસગાંવ તાલુકાના વિસાપુર ગામેથી ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ટેકનિકલ માહિતી અને બાતમીદારોના આધારે આ સફળતા મળી છે. NRIને હનીટ્રેપમાં ફસાવીને લૂંટનારી ગેંગ 2016માં આરોપી પ્રવિણ રાઠોડ પલસાણા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. તેણે તેના અન્ય સહઆરોપીઓ સાથે મળી એક એન.આર.આઈ. વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લેવાનું ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. યોજના મુજબ, સહ મહિલા આરોપીઓએ ફરિયાદીને વાતોમાં ફોસલાવી મળવા બોલાવ્યા હતા અને તેમની સ્વિફ્ટ કારમાં બેસી બારડોલી-મહુવા રોડ પર ખેતરાડી વિસ્તારમાં લઈ ગઈ હતી. ત્યાં મહિલાઓએ ફરિયાદીને બળજબરીપૂર્વક આલિંગનમાં લેતાં જ પૂર્વયોજના મુજબ પ્રવિણ રાઠોડ અને અન્ય આરોપીઓ ત્યાં પહોંચી ગયા હતા. 10,000ની મતા લૂંટી લીધી તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જઈ બદનામ કરવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ₹5 લાખની ખંડણી માગી હતી. ફરિયાદીએ ના પાડતાં આરોપીઓએ તેની સાથે મારપીટ કરી ખિસ્સામાંથી રોકડા ₹5,000 તથા ₹5,000નો સેમસંગ મોબાઈલ મળી કુલ ₹10,000ની મતા લૂંટી લીધી હતી. બૂમાબૂમ કરતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ ત્યારબાદ આરોપીઓ ફરિયાદીને તેમની જ કારમાં બળજબરીથી બારડોલી ICICI બેંક તરફ લઈ જતા હતા. દરમિયાન ફરિયાદીએ બૂમાબૂમ કરી સ્ટીયરિંગ ફેરવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ટાયર ફાટી ગયું હતું. લોકો ભેગા થઈ જવાના ડરે આરોપીઓ કાર મૂકીને નાસી છૂટ્યા હતા. 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, ખેડૂત બની છુપાયો હતો આ ઘટના બાદ આરોપી પ્રવિણ રાઠોડ પોતાના વતન મહારાષ્ટ્ર નાસી ગયો હતો અને પોલીસ પકડથી બચવા ત્યાં ખેતીકામ કરવા લાગ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બારડોલી ટાઉન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે થાર સહિત 5 ગાડીઓ જમા લીધી:20 કારના કાળા કાચ દૂર કરાયા, નંબર પ્લેટ વિના કોલેજ આજુબાજુ ફરનારા સાવધાન
    Next Article
    ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment