Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NPS કપાતમાં ગડબડ પડશે ભારે!:સરકારી કર્મચારીઓ માટે પેન્શન વિભાગનો મહત્વનો પરિપત્ર, વાર્ષિક કપાતની ફરજિયાત ચકાસણીનો આદેશ

    9 hours ago

    રાજ્યના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીએ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંતર્ગત થતા વાર્ષિક કપાતના હિસાબ અને તેની ચકાસણી અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. અગાઉ જાહેર કરાયેલા પરિપત્રમાં સુધારો કરીને હવે વધુ સ્પષ્ટ અને કડક સૂચનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કર્મચારીના ખાતામાં કપાતની રકમમાં વિસંગતા પરિપત્ર મુજબ તમામ કર્મચારીઓએ પોતાના પગારમાંથી થતી NPS કપાતની નિયમિત અને યોગ્ય ચકાસણી કરવી ફરજિયાત રહેશે. જો કોઈ કર્મચારીના ખાતામાં કપાતની રકમમાં વિસંગતા, ઓછી કે વધુ કપાત અથવા જમા પ્રક્રિયામાં ગડબડ જણાય તો તે અંગે તાત્કાલિક સુધારો કરાવવાનો રહેશે. પેન્શન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીના ખાતામાં વધુ કપાત જમા થવાની સ્થિતિમાં તેની જવાબદારી સંબંધિત કચેરી અધિકારીની રહેશે. એટલે હવે વિભાગીય અધિકારીઓને પણ કપાત અને જમા પ્રક્રિયા અંગે વિશેષ સાવચેતી રાખવાની રહેશે. NPS વાર્ષિક કપાતનું સ્ટેટમેન્ટ ઓનલાઈન જનરેટ કરી શકાશે પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે હવે NPS વાર્ષિક કપાતનું સ્ટેટમેન્ટ ઓનલાઈન જનરેટ કરી શકાશે. કર્મચારીઓ IFMS તથા CRA (NSDL/Protean) પોર્ટલ મારફતે પોતાના ખાતાનું વાર્ષિક સ્ટેટમેન્ટ મેળવી શકશે. તેના આધારે વર્ષ દરમિયાન થયેલી કુલ કપાત, સરકારનો ફાળો અને ખાતામાં જમા થયેલી રકમની ચકાસણી કરી શકાશે. નિયામક કચેરીએ તમામ કચેરી વડાઓને સૂચના આપી છે કે તેઓ કર્મચારીઓના NPS હિસાબમાં કોઈપણ પ્રકારની ગડબડ ન રહે તેની ખાતરી કરે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી હાથ ધરે. રાજ્યભરના લાખો સરકારી કર્મચારીઓ માટે આ પરિપત્ર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    15 દિવસમાં 4 હત્યા બાદ લિંબાયત પોલીસ એક્શનમાં:રૌફ જમાવવા ‘રેમ્બો ચાકુ’ લઈને ફરતો શખ્સ ઝડપાયો, હથિયાર જોઈ પોલીસ પણ ચોંકી
    Next Article
    સ્ટેટ મોનિટરિંગ સેલમાં 6 પીઆઇની નિમણૂંક:CID ક્રાઈમ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, મહીસાગર અને ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટરોને નવી જવાબદારી સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment