Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 દિવસમાં 4 ગૌવંશના મોત:માધાપર યક્ષ મંદિર સામેના વથાણમાં નાસ્તાની લારીઓ ગાયો માટે ‘કાળ’

    1 week ago

    કચ્છના માધાપર નજીક આવેલા નાના યક્ષ મંદિર સામેના વથાણ વિસ્તારમાં ગૌમાતાના અકાળે મોત થવાની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. તંત્ર દ્વારા રોડ પરથી ખસેડીને યક્ષ મંદિર સામે ઉભી કરાવાયેલી નાસ્તાની લારીઓ હવે આ વિસ્તારની ગાયો માટે કાળ સાબિત થઈ રહી છે. છેલ્લા 15 જ દિવસમાં અહીંની ગૌશાળાની 4 દૂઝણી અને સગર્ભા ગાયોના ઝેરી કચરો અને પ્લાસ્ટિક ખાવાથી કરૂણ મોત નિપજ્યા છે. માધાપરના યક્ષ મંદિર સામે આવેલું વિશાળ મેદાન અને વથાણ વિસ્તાર દશકોથી હજારો ગાયો માટે આશ્રય સ્થાન રહ્યો છે. જોકે, છેલ્લા ત્રણેક મહિનાથી જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય માર્ગ પરથી હટાવાયેલી નાસ્તાની લારીઓને આ મેદાન સામે શિફ્ટ કરવામાં આવી હતી. લારીધારકો દ્વારા દિવસના અંતે વધેલો વાસી એઠવાડ, મરચાં-મસાલાવાળો ખોરાક, કેમિકલયુક્ત કચરો અને પ્લાસ્ટિકની થેલીઓ ખુલ્લામાં ઢગલા કરીને ફેંકી દેવામાં આવે છે. સાંજ પડે વથાણમાં આવતી ગાયો ભૂખના માર્યા આ ઝેરી એઠવાડ અને પ્લાસ્ટિક આરોગી લે છે. સ્થાનિક ગૌભક્તોના જણાવ્યા મુજબ, ગાયો આ કચરો ખાધા બાદ રાતના સમયે તરફડીને સવારે મૃત્યુ પામે છે. તાજેતરમાં જ એક વિયાણ નજીક પહોંચેલી ગાયનું પણ આ રીતે ઝેર ચડી જવાથી મોત નિપજ્યું હતું. આ વિસ્તારમાં દરરોજ હજારો ગૌવંશ ચરવા માટે આવે છે. આ લારીઓ અને એઠવાડનો તાત્કાલિક નિકાલ કે યોગ્ય વ્યવસ્થા કરવો પડે. શા માટે ગાયો માટે કાળ બને છે નાસ્તાનો એઠવાડ? • પ્લાસ્ટિક અને કેમિકલ : નાસ્તાની લારીઓ પરથી ફેંકાતી પ્લાસ્ટિકની કોથળીઓ ગાયના પેટમાં જમા થઈને પાચનતંત્ર બ્લોક કરી દે છે. • વાસી અને ઝેરી ખોરાક : ગરમ મસાલા, તળેલું તેલ અને વાસી નાસ્તો ફૂગ આવવાના કારણે ગાયોના આંતરડામાં ગંભીર ઇન્ફેક્શન અને પોઇઝનિંગ (ઝેર) ઊભું કરે છે. • અકાળે મોત : ગૌભક્તોના જણાવ્યા મુજબ, કચરો ખાધાના ગણતરીના કલાકોમાં જ ગાયો આંચકી આવીને મૃત્યુ પામે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ડમ્પર નીચે યુવકનું મોત:CCTV ફૂટેજમાં ડમ્પર આવતા યુવક તેની તરફ દોડતો દેખાયો; CCTV આધારે પોલીસ તપાસ શરૂ
    Next Article
    Surat Potholes News | સુરતમાં વગર વરસાદે ભૂવો પડ્યો | IP Mission School | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment