Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વનપ્લસ Nord 6' સ્માર્ટફોન 7 એપ્રિલે લોન્ચ થશે:9,000mAh બેટરી અને સ્નેપડ્રેગન 8s Gen 4 જેવા ફીચર્સથી સજ્જ, 165 FPS ગેમિંગને સપોર્ટ કરનારો પ્રથમ ફોન

    3 days ago

    ટેક કંપની OnePlus ફરી એકવાર ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવા તૈયાર છે. કંપનીએ તેના લોકપ્રિય 'Nord' સિરીઝના આગામી સ્માર્ટફોન OnePlus Nord 6ના લોન્ચિંગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સ્માર્ટફોન માત્ર અદ્યતન પ્રોસેસર જ નહીં, પરંતુ 9,000 mAhની વિશાળ બેટરી અને નેક્સ્ટ લેવલ ગેમિંગ ફીચર્સ સાથે ભારતીય બજારમાં રજૂ કરાશે. વનપ્લસ કંપની 7 એપ્રિલ 2026ના રોજ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે, 'નોર્ડ 6' તેની કેટેગરીમાં 'BGMI, કોલ ઓફ ડ્યુટી મોબાઇલ અને ફ્રી ફાયર જેવી લોકપ્રિય ગેમ્સમાં સતત 165 FPS ગેમિંગને સપોર્ટ કરનારો પ્રથમ ફોન હશે.' આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શન- હોલોગ્રાફિક ક્વિક સિલ્વર, ફ્રેશ મિન્ટ અને લો-રિફ્લેક્શન પિચ બ્લેકમાં ઉપલબ્ધ થશે. પ્રોસેસર અને ગેમિંગ આ ફોન એડવાન્સ 4nm પ્રોસેસ પર બનેલો છે, પરિણામે તે ઓછી બેટરી વાપરીને વધુ ઝડપ આપશે. આ ફોનમાં અદ્યતન 1+3+4 કોર આર્કિટેક્ચર છે, જેમાં પ્રાઇમ Cortex-X5 કોર 3.2GHz સુધીની ઝડપ ધરાવે છે, જેને પ્રીમિયમ Adreno 835 GPUનો સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોન તેના સેગમેન્ટમાં BGMI અને કોલ ઓફ ડ્યુટી મોબાઇલ જેવી AAA મોબાઈલ ગેમ્સમાં PC-લેવલનું 165 FPS ગેમપ્લે ઓફર કરનારો પ્રથમ ફોન હશે. 'નોર્ડ 6'માં એડવાન્સ 'એજ ટેક', અલ્ટ્રા-ફાસ્ટ 3200Hz ટચ સેમ્પલિંગ માટે સમર્પિત 'ટચ રિફ્લેક્સ ચિપ' અને સચોટ શૂટિંગ માટે હાઈ-પ્રિસિઝન 6-એક્સિસ ગેમિંગ ગાયરોસ્કોપ જેવા ફીચર્સ પણ હશે. ઉપરાંત તેમાં બિલ્ટ-ઇન સ્પેશિયલ ઓડિયો બૂસ્ટર પણ આપવામાં આવશે. ડિસ્પ્લે 'વનપ્લસ નોર્ડ 6'માં ફ્લેગશિપ OnePlus 15 જેવી જ 165Hz 1.5K AMOLED 'સનબર્સ્ટ HDR' ડિસ્પ્લે આપવામાં આવશે. આ ડિસ્પ્લેની ખાસિયત એ છે કે, તે આઉટડોર એટલે કે આકરા તડકામાં પણ સ્પષ્ટ દ્રશ્યો બતાવે છે, જેના માટે તેમાં 1800 નિટ્સ હાઈ બ્રાઇટનેસ મોડ (HBM) અને 3600 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસનો સપોર્ટ મળે છે. રાત્રિના સમયે અથવા ઓછા પ્રકાશમાં મોબાઈલ વાપરતી વખતે આંખો પર તાણ ન પડે તે માટે તેમાં 2 નિટ્સ મિનિમમ બ્રાઇટનેસ અને 3840 Hz PWM ડિમિંગ ફીચર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ટેકનોલોજીના ઉત્સાહીઓ માટે તેમાં 'Aqua Touch 2.0' ટેકનોલોજી છે, જે સુનિશ્ચિત કરે છે કે જો તમારી આંગળીઓ ભીની હોય કે પરસેવો વળેલો હોય, તો પણ ડિસ્પ્લેનો ટચ એકદમ સચોટ અને પ્રતિભાવશીલ રીતે કામ કરે. બેટરી અને કનેક્ટિવિટી 'વનપ્લસ નોર્ડ 6' એક્સક્લુઝિવ G2 Wi-Fi ચિપ અને નેક્સ્ટ જનરેશન 5G એડવાન્સ્ડ સપોર્ટ સાથે આવશે, જે રિલાયન્સ જિયો જેવા પાર્ટનર્સ સાથે 3 ગણી ઝડપી ડેટા સ્પીડ આપશે. આ ડિવાઇસમાં 9,000mAhની વિશાળ બેટરી છે, જે મધ્યમ વપરાશ પર 2.5 દિવસ સુધી ચાલવાનો દાવો કરે છે. બેટરીમાં ફ્લેગશિપ-ગ્રેડ સિલિકોન-કાર્બન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફોનને સ્લિમ રાખવાની સાથે મોટી ક્ષમતા આપે છે. સ્માર્ટફોન 80W SUPERVOOC (સુપરવૂક) ચાર્જિંગ સાથે આવશે, જે લગભગ 70 મિનિટમાં ફૂલ ચાર્જ કરી દેશે. લાંબા સમય સુધી ગેમિંગ કે 4K વીડિયો રેકોર્ડિંગ દરમિયાન 'બાયપાસ ચાર્જિંગ' સીધું ચાર્જરથી પાવર લેશે, જેથી બેટરી ગરમ ન થાય. આ ફોન 27W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સોનું 1.46 લાખને પાર:ચાંદી ₹9 હજાર વધીને ₹2.34 લાખ પર પહોંચી, 10 ગ્રામ સોનું ₹5 હજાર મોંઘું થઈને ₹1.45 લાખ થયું; જુઓ તમારા શહેરનો ગોલ્ડ રેટ
    Next Article
    ઈરાને પાકિસ્તાની જહાજને હોર્મુઝ પાર કરતાં રોક્યું:કહ્યું- તેમની પાસે પરમિશન નથી; અત્યાર સુધી ભારતના 5 જહાજોએ હોર્મુઝ રસ્તો પાર કર્યો

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment