Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાડીના કારખાનામાં ફાયર NOC વિના ધમધમતી સ્કૂલ:શહેરની ન્યૂ ફ્લોરા સ્કૂલમાં 450 વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ, મનપાની ફાયર શાખાએ નોટિસ ફટકારી મંજૂરીનો પ્લાન માંગ્યો

    2 days ago

    રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ મામલે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તાએ સવાલો ઉઠાવ્યા બાદ અહીં ફાયર NOC ન હોવા મામલે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે સ્કૂલની મંજૂરીનો પ્લાન માંગવામાં આવ્યો છે. હાલ આ સ્કૂલ છેલ્લા બે વર્ષથી સાડીના કારખાનામાં પતરાના શેડ ઊભા કરી ધમધમે છે અને અહીં ફાયર સેફ્ટીના અભાવે 450 વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત ભક્તિનગર સર્કલ પાસે 80 ફુટ રોડ ઉપર આવેલી અંબિકા વિદ્યાલયના પ્રાથમિકના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી રોડ પર આવેલી પ્રીમિયર સ્કૂલમાં ભણાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે આગામી સમયમાં આ બાબતે નવા ઘટસ્ફોટ થશે. 'છેલ્લા બે વર્ષથી સ્કૂલ ધમ ધમે, શિક્ષણ વિભાગે તપાસ ન કરી' ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પેડક રોડ ઉપર ન્યૂ ફ્લોરા સ્કૂલ પાસે ફાયર NOC અને BU (બિલ્ડીંગ યુઝ) સર્ટિફિકેટ ન હોવાના કારણે મહાનગરપાલિકાએ સીલ કરી હતી. આજે અમને ત્યાં બીજી માહિતી એ મળી છે કે, સ્થળ ફેરફારની મંજૂરી વિના જ આ સ્કૂલ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવે. આસપાસના સ્થાનિકોના કહેવા મુજબ, જે જગ્યાએ સાડીનું કારખાનું હતું ત્યાં પાર્ટીશન ઊભા કરી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના સ્કૂલ શરૂ કરી દેવામાં આવી. છેલ્લા બે વર્ષથી આ સ્કૂલ ધમધમે છે છતાં મહાનગરપાલિકા કે શિક્ષણ વિભાગે અહીં તપાસ માટેની તસ્દી ન લીધી. 'પતરાના શેડ નીચે સ્કૂલથી 450 બાળકો પર જોખમ' 'હવે અમે જ્યારે રજૂઆત કરી ત્યારે મહાનગરપાલિકાએ 18 જુલાઈના આ સ્કૂલને ફાયર NOC ન હોવા બાબતે નોટિસ ફટકારી છે. સાડીના કારખાનામાં દીવાલો ઊભી કરી પતરાના શેડ પર સ્કૂલ શરૂ કરી દેવામાં આવી છે. અહીં 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમની સલામતી પર મોટું જોખમ ઉભુ થયું છે. અહીં કોઈ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ? અહીં એન્ટ્રી અને એક્ઝિટ એક જ છે. જે ફાયર વિભાગના નિયમોની વિરુદ્ધ છે.' 'બોગસ સ્કૂલોને બંધ કરી બોગસ એડમિશન રદ કરવા જોઈએ' આ ઉપરાંત ગઈકાલે અમને ફરિયાદ મળી હતી કે, વિદ્યાર્થી ધોરણ 7માં અભ્યાસ કરતો હતો, તેના લિવિંગ સર્ટિફિકેટમાં જે એડ્રેસ લખવામાં આવ્યું હતું. તેમાં અને રાજ્ય સરકારના UDIAS (યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન)માં લખાયેલા સ્કૂલના એડ્રેસમાં વિસંગતતા હતી. જે બાદ અમે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે, શહેરના 80 ફુટ રોડ ઉપર કોઠારીયા કોલોનીમાં અંબિકા વિદ્યાલય ચાલે છે. તેના વિદ્યાર્થીઓનું પ્રાઈમરી સેક્શન યુનિવર્સિટી રોડ પરની પ્રીમિયર સ્કૂલમાં ચાલે છે. જેથી પ્રીમિયર સ્કૂલ બોગસ એડમિશનો લેતી હોય આવી બોગસ સ્કૂલોને બંધ કરવાની સાથે બોગસ એડમિશનો રદ કરવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પ્રતિબંધિત નશાકારક કફ સિરપની 94 બોટલ સાથે મહિલા ઝડપાઈ:છૂટક ભાવે વેચવાના આશયથી ઘરમાં જથ્થો સંતાડી રાખ્યો હતો, સહ-આરોપી ફરાર
    Next Article
    FIFA World Cup Final In Delhi-NCR: 7 Restaurants And Bars Screening Live

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment