Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પૂર બાદ વિજલપોરની શાળામાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય:વિદ્યાર્થીઓ મંદિરમાં ભણવા મજબૂર, NMCમાં સ્ટાફની અછતથી સફાઈ ખોરવાઈ, ફાયર વિભાગે કામગીરી શરૂ કરી

    16 hours ago

    નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ વિજલપોરની એક 70 વર્ષ જૂની પ્રાથમિક શાળામાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય યથાવત્ છે. શાળામાં ભણવા માટે યોગ્ય વાતાવરણ ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળામાં ગંદકી અને કાદવ હોવાથી વિદ્યાર્થીઓ વિજલપોરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાઈબાબા અને હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. તેમણે વહેલી સવારે મંદિરમાં પ્રાર્થના કરી અને અસ્થાયી રૂપે ત્યાં જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી હતી. નવસારી મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની અછતને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી કાદવ-કીચડ હટાવવાની કામગીરીમાં વિલંબ થયો હતો. આ કારણે અનેક રહેણાંક અને શૈક્ષણિક સંકુલોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો હતો. સ્થાનિકોએ શાળાની આ દુર્દશા માટે વહીવટી તંત્રની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ મંદિરમાં ભણવા મજબૂર બન્યા હોવાના અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે શાળામાં પહોંચી હાઈપ્રેશર વોટર પંપ અને આધુનિક સાધનો વડે કાદવ-કીચડ સાફ કરવાની ઝુંબેશ શરૂ કરી. ફાયરના જવાનો દ્વારા શાળાના રૂમો અને મેદાનને સેનિટાઈઝ કરીને બાળકો માટે સુરક્ષિત બનાવવાની કામગીરી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા:રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવિધ 8 સમિતિનાં ચેરમેન જાહેર: સાસણ પ્રશિક્ષણ વર્ગમાં દારૂનાં આક્ષેપો મામલે પ્રમુખ સંજય પીપળીયાનો વળતો પ્રહાર
    Next Article
    સાબરકાંઠા LCBએ પ્રોહીબિશન કેસના ફરાર આરોપીને ઝડપ્યો:અમદાવાદથી ધરપકડ કરી તલોદ પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment