Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની NHL મેડિકલ કોલેજમાં 'રેક્ટર-વોર્ડન દારૂ સપ્લાય કરે છે',ABVPનો આક્ષેપ:AC લગાવવા અને રૂમ ફાળવવા ₹10 હજાર સુધીની લાંચ લેવાય છે, આરોપીઓનું રાજીનામું લઈ કાઢી મૂકવા માગ

    6 दिन पहले

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત પાલડી સ્થિત પ્રતિષ્ઠિત NHL મેડિકલ કોલેજ મોટા વિવાદમાં સપડાઈ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજ હોસ્ટેલમાં દારૂની પાર્ટીઓ થતી હોવાના અને ખુદ રેક્ટર-વોર્ડન દ્વારા જ વિદ્યાર્થીઓને દારૂ તેમજ નશીલા પદાર્થો સપ્લાય કરવામાં આવતા હોવાના સનસનાટીપૂર્ણ આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ હોસ્ટેલમાં એસી (AC) લગાવવા અને રૂમ ફાળવવા માટે ₹10,000 સુધીની લાંચ લેવાતી હોવાના આક્ષેપ સાથે જવાબદારોના રાજીનામાની માંગ કરવામાં આવી છે. હોસ્ટેલમાં દારૂની ખાલી બોટલોનો વીડિયો જાહેર કરાયો ABVP દ્વારા હોસ્ટેલ પરિસરમાંથી મળી આવેલી દારૂની ખાલી બોટલોનો એક વીડિયો જાહેર કરીને કોલેજના ઇન્ચાર્જ ડીનને રજૂઆત કરવામાં આવી હતી. આ વીડિયો હોસ્ટેલનો જ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્વીકારવામાં આવતા મેડિકલ કોલેજની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ છે કે, કોલેજના કેટલાક ઉચ્ચ અધિકારીઓની મિલીભગત વિના આ શક્ય નથી. લાંચખોરી અને ગેરકાયદેસર રૂમ ફાળવણીના ગંભીર આક્ષેપ રજૂઆતમાં જણાવ્યા અનુસાર હોસ્ટેલના રેક્ટર અજીત અને અન્ય સ્ટાફ દ્વારા ₹8,000થી ₹10,000 સુધીની લાંચ લઈને એવા લોકોને ગેરકાયદેસર રીતે રૂમ ફાળવવામાં આવે છે, જેઓ પૂર્વ વિદ્યાર્થીઓ છે અથવા તો કોલેજ સાથે કોઈ સંબંધ ધરાવતા નથી. આ ઉપરાંત, હોસ્ટેલના રૂમમાં એસી (AC) લગાવવા માટે પણ ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. અભ્યાસ પૂર્ણ કરનારા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગનો ત્રાસ ABVPના પ્રદેશ મહામંત્રી ધ્રુમિલ અખાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,"હોસ્ટેલ સિક્યુરિટીના પરિપત્રોથી સ્પષ્ટ થાય છે કે, સ્ટાફ દ્વારા જ પ્રતિબંધિત વસ્તુઓ અંદર લઈ જવા દબાણ કરાય છે. અહીં ભણતા ભવિષ્યના ડૉક્ટરોને નશાના રવાડે ચડાવવાનું પાપ થઈ રહ્યું છે. વધુમાં, જેઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે તેવા પૂર્વ વિદ્યાર્થીઓ હજુ પણ હોસ્ટેલ પર ગેરકાયદે કબજો જમાવીને બેઠા છે અને નવા આવતા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરે છે. અમારી માંગ છે કે, કોલેજ પ્રશાસન પોતે ફરિયાદી બનીને રેક્ટર અને વોર્ડન સામે પોલીસ ફરિયાદ નોંધાવે અને તેમને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવે." ડીનનો પક્ષ: આક્ષેપો અંગે તપાસ કમિટીની રચના બીજી તરફ NHL મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડૉ. જયશ્રી પેથાણીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે,"અમને અત્યાર સુધી આ મામલે કોઈ વિદ્યાર્થી તરફથી લેખિત, મૌખિક કે ડિજિટલ માધ્યમથી ફરિયાદ મળી નથી. વીડિયોમાં દારૂની બોટલો દેખાય છે પરંતુ તે જગ્યા કઈ છે તે હજુ સ્પષ્ટ થતું નથી. જોકે, આ બાબત અત્યંત ગંભીર હોવાથી અમે તાત્કાલિક ધોરણે તપાસ કમિટીની રચના કરી દીધી છે, જેનો અહેવાલ આવ્યા બાદ કડક પગલાં લેવાશે. વધુમાં, હોસ્ટેલમાં મંજૂરી વિના રાતોરાત એસી (AC) કે અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો લગાવી દેનારા 50 જેટલા વિદ્યાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તે દૂર કરવા સૂચના અપાઈ છે." ત્યારે હવે જોવાનું એ રહેશે કે તપાસ સમિતિની તપાસમાં હોસ્ટેલના આ કાળા કારનામાઓનું સત્ય ક્યારે બહાર આવે છે અને જવાબદારો સામે શું પગલાં લેવાય છે.
    Click here to Read More
    Previous Article
    GCAS પોર્ટલમાં ટેકનિકલ ધાંધિયાથી વિદ્યાર્થીઓ પરેશાન:સુરત NSUIએ VNSGU કેમ્પસમાં વિરોધ કર્યો, કુલપતિને આવેદન આપી તાકીદે ઉકેલ લાવવા માગ
    Next Article
    ભાજપના નેતાઓના બોલિવૂડ સોન્ગ પર ઠુમકા, VIDEO:અમદાવાદમાં ઋણ સ્વીકાર સંમેલનમાં હિન્દી ગીતોની રમઝટ, કોર્પોરેટર-હોદ્દેદારો 'પિયા તું અબ તો આજા' ગીત પર ઝૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment