Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS પોર્ટલમાં ટેકનિકલ ધાંધિયાથી વિદ્યાર્થીઓ પરેશાન:સુરત NSUIએ VNSGU કેમ્પસમાં વિરોધ કર્યો, કુલપતિને આવેદન આપી તાકીદે ઉકેલ લાવવા માગ

    6 days ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવાના દાવા સાથે શરૂ કરવામાં આવેલું 'ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ' (GCAS) પોર્ટલ હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ભારે હાલાકીનું કારણ બન્યું છે. હાલમાં જ ધો-12ના પરિણામો જાહેર થયા બાદ કોલેજોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ પોર્ટલની નબળી ગુણવત્તા અને ટેકનિકલ ક્ષતિઓને કારણે હજારો વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અધ્ધરતાલ થઈ ગઈ છે. આ ગંભીર મુદ્દે આજે સુરત શહેર NSUI દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૌથી મોટી સમસ્યા વન ટાઈમ પાસવર્ડ મેળવવામાં મળતી માહિતી અનુસાર, GCAS પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને સતત ટેકનિકલ ઈશ્યુનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટી સમસ્યા વન ટાઈમ પાસવર્ડ મેળવવામાં થઈ રહી છે. વિદ્યાર્થીઓ જ્યારે રજિસ્ટ્રેશન કે લોગઈન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે કલાકો સુધી મોબાઈલ કે ઈમેલ પર OTP આવતો નથી. આ સિવાય, એકસાથે હજારો વિદ્યાર્થીઓ પોર્ટલનો ઉપયોગ કરતા હોવાથી સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે અથવા તો વેબસાઈટ સ્લો ચાલે છે. ઘણા કિસ્સાઓમાં દસ્તાવેજો અપલોડ કરતી વખતે આખી સિસ્ટમ હેંગ થઈ જતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ, જેઓ ટેકનોલોજીથી બહુ પરિચિત નથી, તેઓ માટે આ ઓનલાઈન પ્રક્રિયા એક મોટી આફત સાબિત થઈ રહી છે. NSUIના કાર્યકરોનો સૂત્રોચ્ચાર અને આવેદનપત્ર આ સમસ્યાને લઈને આજે સુરત NSUI ના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ VNSGU કેમ્પસ ખાતે એકઠા થયા હતા. યુનિવર્સિટીના વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગની નબળી આયોજનબદ્ધ નીતિઓ વિરુદ્ધ કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેમ્પસ ગજવી મૂક્યું હતું. દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આ જ પ્રકારની સમસ્યાઓનું પુનરાવર્તન ત્યારબાદ, NSUI ના પ્રતિનિધિમંડળે યુનિવર્સિટીના કુલપતિ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને એક વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ કોઈ પ્રથમ વખત નથી જ્યારે GCAS પોર્ટલમાં આવી ગંભીર ખામીઓ જોવા મળી હોય. જ્યારથી આ સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, ત્યારથી દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આ જ પ્રકારની સમસ્યાઓનું પુનરાવર્તન થાય છે. તંત્ર દ્વારા અગાઉના અનુભવો પરથી કોઈ સબક લેવામાં આવ્યો નથી, જે શરમજનક છે. વિદ્યાર્થીઓને આ ઘણી બધી સમસ્યાઓ સુરત NSUI પ્રમુખ માજીદ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં GCAS પોર્ટલમાં જે પ્રવેશ પ્રક્રિયા છે, તેમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમ કે ટેકનિકલ ઈશ્યુ આવી રહ્યા છે, OTP આવતું નથી, લોગીન થતું નથી, સબ્જેક્ટ સિલેક્ટ કરવાના નથી આવતા, કોર્સ સિલેક્ટ કરવાનો નથી આવતો, વારંવાર લોગીન કરવું પડી રહ્યું છે, અપલોડ ડોક્યુમેન્ટ કરીએ છીએ તો ફરીથી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ માંગે છે, જેવી તમામ સમસ્યાઓથી વારંવાર વિદ્યાર્થીઓને સામનો કરવો પડી રહ્યો છે. તેને લઈને આજ રોજ સુરત NSUI દ્વારા VNSGU ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 'ટેકનિકલ ઈશ્યુઓને સુધારવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયાને સરળ કરવામાં આવે' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે માંગ કરીએ છીએ કે આ જે GCAS પોર્ટલ છે જેમાં ટેકનિકલ જે ઈશ્યુ છે, એ ટેકનિકલ ઈશ્યુઓને સુધારવામાં આવે અને જે પ્રવેશ પ્રક્રિયા છે તેને સરળ કરવામાં આવે. આ પ્રથમ વખત નથી GCAS માં, જ્યારથી GCAS પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારથી વારંવાર આ સમસ્યાઓ વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના અગાઉ પણ ગઈ વખતે પણ જ્યારે GCAS પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયા થઈ હતી ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી અમારા દ્વારા ને આ વખતે પાછું એ જ સમસ્યાઓનો વિદ્યાર્થીઓને સામનો કરવો પડ્યો છે. આથી અમારી માંગ છે કે આ જે ટેકનિકલ સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવે, યા તો પછી એ GCAS પોર્ટલ હટાવીને જે પહેલે પ્રથમ સરળ પ્રક્રિયા હતી તે સરળ પ્રક્રિયાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    58નો અક્ષય 26 વર્ષ નાની ભોજપુરી સુંદરી સાથે નોટી થયો:5 ફ્લોપ ફિલ્મ બાદ અશ્લીલ લિરિક્સવાળા ગીત પર લગાવ્યા ઠુમકા; 'ઘીસ ઘીસ' સોન્ગ પર વિવાદના વાદળો!
    Next Article
    અમદાવાદની NHL મેડિકલ કોલેજમાં 'રેક્ટર-વોર્ડન દારૂ સપ્લાય કરે છે',ABVPનો આક્ષેપ:AC લગાવવા અને રૂમ ફાળવવા ₹10 હજાર સુધીની લાંચ લેવાય છે, આરોપીઓનું રાજીનામું લઈ કાઢી મૂકવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment