Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કન્ટેનરમાં પાઇપોની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:અમદાવાદ- મુંબઈ NH 48 પાસે કન્ટેનરમાંથી 20.59 લાખનો દારૂ ઝડપાયો, ડ્રાઇવર ફરાર

    1 week ago

    અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે-48 પાસે કપૂરાઈ પોલીસે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. તેમાં તપાસ કરતા પાઇપોની આડમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો રૂ.20.59 લાખનો જથ્થો મળી આવ્યો હતો. જેથી દારૂ અને રૂ.10 લાખનું કન્ટેનર સહિત રૂ.30.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કન્ટેનરનો ડ્રાઇવર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે દારૂ મંગાવનારની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી ને ખેલ ખતમ કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.સી. રાઓલની ટીમ ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પેટ્રોલિંગમાં ફરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, તરસાલીથી જામ્બુવા બ્રિજ તરફ જતા માર્ગે ગોકુલ કટ નજીક ખુલ્લી જગ્યામાં એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવાની તૈયારી ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં અશોક લેલેન્ડ કંપનીનું બ્રાઉન કલરનું કન્ટેનર શંકાસ્પદ હાલતમાં ઉભેલુ મળી આવ્યું હતું. રૂ.30.59 લાખનો મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ફરાર પોલીસે કન્ટેનર ચેક કરતાં ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ કન્ટેનરનું સીલ તોડી તપાસ કરતા દરવાજા પાસે પાઇપોના જથ્થાની આડમાં સંતાડેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ રૂ.20.59 લાખ અને કન્ટેનરની કિંમત રૂ.10 લાખ મળીને રૂ.30.59 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કપુરાઈ પોલીસે ફરાર કન્ટેનર ચાલક-માલિક તથા દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જાવેદ જાફરીની પત્ની પાસેથી ₹16 કરોડની છેતરપિંડી:કેસમાં BMC અધિકારી સસ્પેન્ડ, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
    Next Article
    જામનગરમાં પોલીસનું વાહન ચેકિંગ અભિયાન:DYSP ઝાલાના નેતૃત્વમાં સાત રસ્તા સર્કલ પર કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment