Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી વડોદરા NH 48 પર 10 કિમી લાંબો ટ્રાફિક જામ:સમારકામના કારણે વાહનોની કતાર લાગી, વાહનચાલકો 1.5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા

    1 week ago

    અમદાવાદ - વડોદરા નેશનલ હાઇવે 48 ઉપર વડોદરા તરફ જવાના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવે ઉપર અંદાજે 8 થી 10 કિમી જેટલી લાંબી કતારો જોવા મળી હતી. સાંજના સમયે વાહનચાલકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડ્યું હતું. વાહનચાલકોને 1.5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાવું પડ્યું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાલમાં વડોદરાના દશરથથી મુલદ ચોકડી સુધી કાર્પેટિંગનું કામ ચાલી રહ્યું છે જેના કારણે વાહનોનું ડાઈવર્ઝન સર્વિસ રોડ ઉપરથી આપવામાં આવ્યું છે. સર્વિસ રોડ ઉપર વાહનોનું ભારણ વધતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આણંદ તરફથી વડોદરા તરફ જતા વાહન ચાલકોએ અંદાજે 1થી 1.5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાવું પડ્યું હતું. સર્વિસ રોડ સાંકડો હોવાથી ટ્રાફિક વધ્યો નેશનલ હાઇવે પર 6 લેન આવેલો છે. પરંતુ હાલમાં સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સર્વિસ રોડ સાંકડો હોવાના કારણે વાહનોની કતારો જોવા મળી રહી છે. ઉપરાંત કેટલીક જગ્યાએ જંક્શન હોવાના કારણે સાંજના પીક અવર્સમાં ટ્રાફિક વધુ હોય છે તેના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. ચોમાસા પહેલા હાઈવેનું કાર્પેટિંગ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાસદથી વડોદરા સુધીના પટ્ટામાં કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. દર વર્ષે કેટલાક વિસ્તારમાં ચોમાસામાં વરસાદના કારણે રોડ ઉપર મોટા ખાડા પડી જાય છે અને વાહનચાલકોએ હાલાકી વેઠવી પડે છે ત્યારે હાલમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને હાલથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Assembly Election 2026: Mamta दीदी का किला मजबूत, BJP का तगड़ा प्लान? Assam में खिलेगा 'कमल'?
    Next Article
    સુરત મનપા ચૂંટણી, કોંગ્રેસની 120 બેઠકો માટે 'સેન્સ' પ્રક્રિયા:900 દાવેદારો મેદાને, 50% ટિકિટ યુવાઓને અપાશે; 3 ઝોનમાં વહેંચી રણનીતિ તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment