Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ચૂંટણી, કોંગ્રેસની 120 બેઠકો માટે 'સેન્સ' પ્રક્રિયા:900 દાવેદારો મેદાને, 50% ટિકિટ યુવાઓને અપાશે; 3 ઝોનમાં વહેંચી રણનીતિ તૈયાર

    1 week ago

    આગામી સુરત મનપાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ થયો છે. છેલ્લા 5 વર્ષથી જે કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કે ધરણામાં 50ની સંખ્યામાં પણ માંડ દેખાતા હતા, તે હવે ટિકિટની રેસમાં સિંહ ફાળે ઉતરી આવ્યા છે. સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. 120 બેઠક પર 900 દાવેદાર, કોંગ્રેસમાં ટિકિટ માટે ખેંચતાણ સુરતની કુલ 120 બેઠકો માટે અત્યાર સુધીમાં અંદાજે 900 જેટલા મુરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. નવાઈની વાત એ છે કે, સામાન્ય દિવસોમાં નિષ્ક્રિય જણાતા સંગઠનમાં ચૂંટણી આવતા જ પ્રાણ ફૂંકાયા હોય તેમ લાગે છે. સોમવાર સુધી ચાલનારી આ પ્રક્રિયામાં હજુ પણ દાવેદારોની સંખ્યા વધવાની શક્યતા છે. કોંગ્રેસ 50% બેઠકો પર યુવા ચહેરા ઉતારશે પક્ષના હાઈકમાન્ડ દ્વારા આ વખતે રણનીતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 50% ટિકિટ યુવા ઉમેદવારોને આપવાનું નક્કી કરાયું છે. ગત ચૂંટણીમાં કારમી હાર બાદ હવે પક્ષ નવા લોહી અને નવી ઉર્જા સાથે મેદાનમાં ઉતરવા માંગે છે, જેથી મતદારોમાં ફરી વિશ્વાસ પેદા કરી શકાય. સુરતને 3 ઝોનમાં વહેંચી રણનીતિ તૈયાર ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે સુરત શહેરને ભૌગોલિક અને જ્ઞાતિ સમીકરણો મુજબ 3 મુખ્ય ઝોનમાં વિભાજિત કર્યું છે: કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધના વાલાએ જણાવ્યું હતું કે, આ ત્રણેય ઝોનની જવાબદારી પક્ષના વરિષ્ઠ અને અનુભવી નેતાઓને સોંપવામાં આવી છે, જેઓ સીધા પ્રદેશ નેતૃત્વને રિપોર્ટ કરશે. કાર્યકરોની ગેરહાજરી પર ઉઠતા સવાલ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના ધરણા કે રેલીઓમાં માંડ 30થી 50 કાર્યકરો ભેગા થતા હતા. આજે જ્યારે સત્તાની આશા જાગી છે ત્યારે 900 લોકો દાવેદારી કરી રહ્યા છે, જે પક્ષની શિસ્ત પર પણ સવાલો ઉભા કરે છે. ગત ચૂંટણીના 'ઝીરો' માંથી 'હીરો' બનવાનો પડકાર યાદ રહે કે ગત મનપા ચૂંટણીમાં ભાજપે 'કોંગ્રેસ મુક્ત સુરત'નું સપનું સાકાર કર્યું હતું. કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને મુખ્ય વિપક્ષ તરીકે સ્થાન જમાવ્યું હતું. આ વખતે પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહેલી કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે.શું કોંગ્રેસનો આ 'યુવા મોહ' અને નવી રણનીતિ તેને સુરત મનપામાં પુનરાગમન કરાવશે? તે તો આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી વડોદરા NH 48 પર 10 કિમી લાંબો ટ્રાફિક જામ:સમારકામના કારણે વાહનોની કતાર લાગી, વાહનચાલકો 1.5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા
    Next Article
    Surendranagar Unseasonal Rain | સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠા ઉદ્યોગને ભારે નુકસાન | Loss | Farmers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment