Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત ધોરીમાર્ગોનું સમારકામ શરૂ:બામણબોર-સાયલા NH-47 પર પેચવર્ક કામગીરી પૂરજોશમાં

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47 (NH-47) પર બામણબોરથી સાયલા વચ્ચેના માર્ગનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને અમદાવાદને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગ પર તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ સપાટીને નુકસાન થયું હતું. ભારે વરસાદના લીધે વાહનવ્યવહારમાં પડતી અડચણો દૂર કરવા અને માર્ગ પરથી પસાર થતા હજારો વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા ત્વરિત ધોરણે આ સમારકામ અને પેચવર્ક કામગીરી હાથ ધરાઈ છે. આ સમારકામ અંતર્ગત ગુણવત્તા જાળવીને ક્ષતિગ્રસ્ત સપાટીની પદ્ધતિસરની સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ બાદ રસ્તાને પૂરતી મજબૂતાઈ પૂરી પાડવાના ભાગરૂપે જરૂરી સ્થળોએ Wet Mix Macadam (WMM) તેમજ ગુણવત્તાયુક્ત બિટુમિનસ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી દ્વારા રોડ સપાટીને એકસરખી, સમતળ અને ટકાઉ બનાવવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં ભારે વરસાદ કે વધુ વાહનોના ધસારા સમયે પણ માર્ગ સુરક્ષિત રહે.
    Click here to Read More
    Previous Article
    AMCની દબાણ ખાતાની ટીમ-લારીવાળા વચ્ચે ઘર્ષણ:ઠક્કરબાપાનગરમાં રોડ પર દબાણ હટાવવાની કામગીરી સમયે પથ્થરમારો, કેટલાક લારીવાળાની અટકાયત
    Next Article
    ‘What’s the logic of orange?’ Ex-India captain fumes at hockey team’s jersey colour

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment