Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં અવરોધમુક્ત ફૂટપાથ બનાવવા AMCની તૈયારી:માર્ગો, જંક્શનો અને વધુ ભીડભાડ વાળા વિસ્તારોમાં આધુનિક રીતે વિકસાવાશે, જરૂરિયાત મુજબ ફૂટપાથની પહોળાઈમાં વધારો કરી શકાશે

    9 hours ago

    અમદાવાદ શહેરમાં રાહદારીઓની સલામતી, સુવિધા, સુગમતા અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સલામત અને અવરોધમુક્ત ફૂટપાથ નેટવર્ક વિકસાવવાની દિશામાં વ્યાપક આયોજન કર્યું છે. શહેરના વિવિધ માર્ગો, જંક્શનો અને વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં દબાણો મુક્ત અને આરામથી લોકો ચાલી શકે તેવા આધુનિક ફૂટપાથ બનાવવામાં આવનાર છે. બાળકો, દિવ્યાંગોને સરળતા રહે તેવી ડિઝાઈનિંગ થશે શહેરના વિવિધ ચાર મોટા જંક્શન, ઇન્ટરસેક્શન, બસ સ્ટોપ, બિલ્ડિંગ પ્રવેશદ્વારો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોને પણ સતત ફૂટપાથ સાથે સંકલિત કરવામાં આવશે. ફૂટપાથ પર ગેરકાયદે દબાણો, યુટિલિટી બોક્સ, સાઇનબોર્ડ, સ્ટ્રીટ ફર્નિચર, બાંધકામ સામગ્રી અને અન્ય અવરોધોને યોગ્ય રીતે ખસેડીને રાહદારીઓ માટે અવરોધમુક્ત ચાલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરી બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સરળતાથી ઉપયોગી બને તે રીતે ફૂટપાથનું ડિઝાઇનિંગ કરવામાં આવશે. દિવ્યાંગજનો અને દૃષ્ટિબાધિત નાગરિકોને માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સ્થળોએ ટેક્ટાઈલ પેવિંગ (Tactile Paving)ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફૂટપાથ પર કોઈ થાંભલા કે અવરોધ નહીં હોય આ આયોજન અંતર્ગત ફૂટપાથ પર ઓછામાં ઓછી 1.80 મીટરથી 2.00 મીટર સ્પષ્ટ અને અવરોધમુક્ત ચાલવાની જગ્યા જાળવવાનો ધોરણ અપનાવવામાં આવશે. જ્યાં ચાલનારા લોકોની સંખ્યા વધુ હશે ત્યાં જરૂરિયાત મુજબ ફૂટપાથની પહોળાઈમાં વધારો પણ કરવામાં આવશે. સાથે જ ફૂટપાથની નિર્ધારિત ચાલવાની જગ્યા પર કોઈપણ પ્રકારના વીજ થાંભલા, સાઈનબોર્ડ, વૃક્ષો, ઇલેક્ટ્રિકલ કેબિનેટ, સ્ટ્રીટ ફર્નિચર કે અન્ય કાયમી અવરોધો ઉભા ન થાય તેમજ સરળતાથી રાહદારીઓ ચાલી શકે તેની કાળજી લેવામાં આવશે. જરૂરી રોડ સેફ્ટી માર્કિંગ કરાશે શહેરના વિવિધ જંકશનો, રોડ ક્રોસિંગના સ્થળોએ યોગ્ય ઢાળવાળા ફૂટપાથ રેમ્પ અને સુગમ પદયાત્રી ક્રોસિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેમ્પનો ઢાળ લાગુ પડતા ધોરણો મુજબ રાખવામાં આવશે. રાહદારીઓની સલામતી માટે જરૂરી સ્થળોએ ઝીબ્રા ક્રોસિંગ, પદયાત્રી ક્રોસિંગ માર્કિંગ, સ્ટોપ લાઇન, લેન માર્કિંગ, ડિરેક્શન એરો, હેચ્ડ માર્કિંગ સહિતના જરૂરી રોડ સેફ્ટી માર્કિંગ કરવામાં આવશે. ખાસ કરીને શાળાઓ, જાહેર પરિવહન કેન્દ્રો, વ્યસ્ત જંક્શનો તથા વધુ ચાલનારા વિસ્તારોમાં લોકો સુરક્ષિત રીતે માર્ગ ઓળંગી શકાય તે માટે જરૂરી સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રાફિક સિગ્નલ ધરાવતા જંક્શનો પર જરૂરીયાત મુજબ પેડેસ્ટ્રિયન સિગ્નલ ફેઝ અને પેડેસ્ટ્રીયન ક્રોસિંગ ફેસિલિટીની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી રાહદારીઓને રોડ ક્રોસ કરવા સમય અને પ્રાથમિકતા મળી રહે. રાહદારીઓ ક્રોસિંગ પહેલાં વાહનચાલકો માટે સ્પષ્ટ અને દેખાય તેવી સ્ટોપ લાઈન રાખવામાં આવશે. આ ઉપરાંત “સ્ટોપ ફોર પેડેસ્ટ્રિયન ક્રોસિંગ” અને “ગિવ વે ટૂ પેડેસ્ટ્રિયન્સ” જેવા માર્ગ સલામતી સંદેશાઓ તથા રોડ માર્કિંગ્સ પણ જરૂરી સ્થળોએ કરવામાં આવશે. સ્ટ્રીટ લાઈટનિંગ અને પ્રકાશની વ્યવસ્થા કરાશે રાત્રિના સમયમાં પણ રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ક્રોસિંગ વિસ્તારોમાં પૂરતી સ્ટ્રીટ લાઈટનિંગ અને પ્રકાશની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જ્યાં રાહદારીઓની અવરજવર વધુ હશે ત્યાં, ફ્લેશિંગ બીકન, પેડેસ્ટ્રિયન સિગ્નલ તથા માર્ગ સલામતીના પગલા અમલમાં મુકવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. વાહનની ગતિ નિયંત્રિત કરતા સંકેતો મૂકવામાં આવશે શહેરના જંક્શનો અને માર્ગો પર પદયાત્રી ક્રોસિંગ સંકેત, શાળા/બાળકો માટે માર્ગ ઓળંગવાના સંકેત, પાર્કિંગ પ્રતિબંધિત/થોભવાની મનાઈના સંકેત, દિશાસૂચક સંકેત, ગતિમર્યાદાના સંકેત તથા વાહનની ગતિ નિયંત્રિત કરતા સંકેતો સહિતના નિયમનકારી, ચેતવણીરૂપ અને માહિતીપ્રદ ટ્રાફિક સંકેતો પણ સ્થાપિત કરવામાં આવશે. તમામ સાઇનેજનું કદ, સ્થાન, ઊંચાઈ તથા રાત્રિના સમયે પ્રકાશ પરાવર્તિત કરવાની ક્ષમતા સંબંધિત ધોરણો મુજબ રાખવામાં આવશે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને સ્પષ્ટ અને સરળ માર્ગદર્શન મળી રહે. અમદાવાદમાં રાહદારીઓ માટે ફૂટપાથ પર અનધિકૃત પાર્કિંગ, દબાણો, બાંધકામ સામગ્રી અને અન્ય અવરોધો દૂર કરવા માટે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટ્રીટ ફર્નિચર અને અન્ય જાહેર સુવિધાઓ એવી રીતે ગોઠવવામાં આવશે કે તેના કારણે ફૂટપાથ પર ઉપલબ્ધ 1.80 થી 2.00 મીટરની સ્પષ્ટ ચાલવાની જગ્યા પર કોઈ અસર ન પડે. બસ સ્ટોપ અને અન્ય જાહેર પરિવહન કેન્દ્રો પર ફૂટપાથને પેસેન્જર વેઈટિંગ એરીયા સાથે સંકલિત કરવામાં આવશે, જેથી નાગરિકો સુરક્ષિત અને સરળતાથી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    પાલમાં બે પરિવારો વચ્ચે મારામારી, VIDEO:પોલીસકર્મીએ પાર્કિંગ મુદ્દે માર માર્યાનો આક્ષેપ, બંને પક્ષો ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા
    Next Article
    દિલ્હી મેટ્રોમાં CISF જવાને છોકરીની તસવીરો ખેંચી:મુસાફરો સાથે મારામારી કરી; આરોપ- ફોટો ડિલીટ કરવાનું કહેતા બંદૂક તાણી, સસ્પેન્ડ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment