Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં NH-28 પર વઘાસી ગામની સીમ 9.54 લાખનો દારૂ ઝડપાયો:ટ્રકમાં મેડિકલ દવાઓની આડમાં વિદેશી દારૂની હેરફેર કરતા 2 ઝડપાયા, 1 વોન્ટેડ

    1 week ago

    આણંદ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર-48 પર વઘાસી ગામની સીમ પાસેથી પોલીસે મેડિકલ દવાઓની આડમાં લઈ જવાતો ₹9.54 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ટ્રક સહિત કુલ ₹2.63 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પેટ્રોલિંગ દરમિયાન પો.સ.ઇ. આઈ.જે. રાણા અને એલ.સી.બી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, ટ્રક નંબર RJ 10 GA 9089 માં વઘાસી ગામની સીમમાં નીલકંઠ વેબ્રીજ સામે નેશનલ હાઈવે નંબર-48 પર વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. બાતમી મુજબના સ્થળે પહોંચી પોલીસે તપાસ કરતા વર્ણન મુજબની ટ્રક મળી આવી હતી. ડ્રાઇવરને અટકાવી ટ્રકની તપાસ કરતા, અંદર મેડિસિન બોક્સ અને કપડાના બોક્સની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 130 પેટીઓ છુપાવેલી હતી. આ પેટીઓમાંથી કુલ 6410 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ ₹2,63,42,242/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹9,54,720/- નો વિદેશી દારૂ (130 પેટી, 6410 બોટલો), ₹20,00,000/- ની ટ્રક, 2 મોબાઈલ ફોન અને બિલ્ટી મુજબનો અન્ય માલસામાનનો સમાવેશ થાય છે. આ કેસમાં કિશનકુમાર જગમાલ દુદારામ કસ્વા (ઉ.વ. 26, રહે. લાલસર બનીરોતાન, તા.જિ. ચુરુ, રાજસ્થાન) અને સાહીલ સ/ઓ મહેન્દ્રસિંગચંદગીરામ પુનીયા (ઉ.વ. 21, રહે. ધાનાજોગી, તા. લુહાર, જિ. ભીવાની, હરિયાણા) નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રીન્કુ ભજનલાલ (રહે. અમરપુરા, તા. રાજગઢ, જિ. ચુરુ, રાજસ્થાન) નામનો એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે. પકડાયેલા ટ્રક ચાલક અને તેની સાથેના ઈસમ વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(બી), 81, 83, 98(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં પો.સ.ઇ. આર.એમ. ચૌહાણ, પો.સ.ઇ. આઈ.જે. રાણા, એ.એસ.આઈ. મહીપાલસિંહ જીલુભાઈ, જીતેન્દ્રસિંહ, સંદીપકુમાર, દેવેન્દ્રસિંહ, રાજવીરસીંગ અને દિલીપકુમાર સહિતના એલ.સી.બી. સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    શહેરામાં 12 વર્ષીય કિશોરીને ઝેરી સાપે ડંખ માર્યો:પરિવારજનોએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડી, સારવાર ચાલુ
    Next Article
    સોનમ વાંગચુકના સમર્થનમાં સુરત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ:ઇન્કલાબ જિંદાબાદના નારા, પોલીસે વિરોધ કરતા 70 લોકોની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment