Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ-ભાવનગર NH પર જોખમી સ્ટંટ, વીડિયો વાઈરલ:વેરાવળના કાજલી યાર્ડ પાસે બાઈક પર ઊભા થઈ યુવકે ખતરનાક સ્ટંટબાજી કરી, કારચાલકે દૃશ્યો કેમેરામાં કેદ કર્યા

    5 days ago

    સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક બાઈક સવાર યુવક દ્વારા કરવામાં આવેલો જીવલેણ સ્ટંટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર અન્ય વાહનોની અવરજવર વચ્ચે આ પ્રકારની જોખમી હરકત સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાલતી બાઈક પર ઊભા રહી હાથ ફેલાવ્યા વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક પુરપાટ ઝડપે ચાલતી બાઈક પર સીટ પર ઊભો થઈ જાય છે અને બંને હાથ ફેલાવી સ્ટંટ કરે છે. આ દ્રશ્યો હાઈવે પર પાછળ આવી રહેલી એક કારમાં બેઠેલા વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા. સામાન્ય સંતુલન ગુમાવતા જ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવા છતાં યુવક બેફામ બનીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો જોવા મળ્યો હતો. અન્ય વાહનચાલકો માટે પણ જીવનું જોખમ નિષ્ણાતોના મતે, આ પ્રકારના જોખમી કરતબ માત્ર સ્ટંટ કરનાર માટે જ નહીં, પરંતુ રસ્તા પર પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકો માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને 'લાઈક્સ' મેળવવાની લ્હાયમાં યુવાનો પોતાના અને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. પોલીસ તપાસનો ધમધમાટ વીડિયો વાઈરલ થયા બાદ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો આવા તત્વો સામે કડક કાર્યવાહીની સાથે હાઈવે પર પેટ્રોલિંગ વધારવાની માગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે વાઈરલ વીડિયોને આધારે તપાસ શરૂ કરી દીધી છે. બાઈક નંબર અને અન્ય વિગતોના આધારે યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો તેજ કરાયા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ યુવક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 5મી તારીખથી વસતિ ગણતરી શરૂ નહીં થાય:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સરકારનો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર કરાશે
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પર 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો:બેંગકોકથી 2.25 કિલો ગાંજો વેક્યુમ પેક કરી છુપાવીને લાવતા MPના બે શખ્સોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment