Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ NGES કેમ્પસમાં વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓના વિચારોને ઉદ્યોગમાં પરિવર્તિત કરવાનો સંકલ્પ

    1 day ago

    પાટણ સ્થિત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) કેમ્પસ ખાતે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા, સર્જનાત્મકતા અને સ્વાવલંબનની ભાવના વિકસાવવાનો હતો. આ માટે કેમ્પસની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ટી.એસ.આર. કોમર્સ કોલેજમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે ડૉ. ઇન્દુદયાલ મેશરી ઇન્સ્ટિટ્યૂટમાં ૨૦૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ, ટેક્નોલોજી અને સ્વરોજગાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. LNK બી.એડ. કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન, પોસ્ટર મેકિંગ, રંગોળી અને વ્યાખ્યાન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. AJ ગુજરાતી માધ્યમ શાળાના બાળકોએ નાના ઉદ્યોગસાહસિક વિચારો રજૂ કર્યા હતા. BIPS સીબીએસઈ શાળામાં ૪૮ ટીમોએ પોતાના નવીન વિચારો પર પ્રેઝન્ટેશન રજૂ કર્યા અને પોસ્ટર પ્રેઝન્ટેશન પણ કર્યું. M N સાયન્સ કોલેજમાં ૨૫૦ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સફળ ઉદ્યોગસાહસિકોને આમંત્રિત કરી ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. વક્તાઓએ પોતાના અનુભવો અને સફળતાની સફર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત, પી.પી.જી. એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન સંમેલન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓએ વક્તાઓને સાંભળવાની સાથે પોતાના ઇનોવેટિવ આઇડિયાઝ રજૂ કર્યા. પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજમાં 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન દ્વારા “વિચારથી નવીનતા, નવીનતાથી ઉદ્યોગ અને ઉદ્યોગથી રોજગાર સર્જન”નો સંદેશ આપવામાં આવ્યો. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નોકરી શોધનાર નહીં, પરંતુ રોજગાર સર્જનાર બનવાની માનસિકતા વિકસે અને સ્વાવલંબી ભારતના નિર્માણમાં યુવાનોની સક્રિય ભૂમિકા બને તે દિશામાં હતો. આ અભિયાનમાં NGESની વિવિધ કોલેજોના આચાર્યઓ, અધ્યાપકો તથા શિક્ષકોએ પણ ભાગ લઈ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સ્વાવલંબન માટે પ્રેરિત કર્યા હતા. શિક્ષકોના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓએ પોતાના વિચારોને રજૂ કરવાની સાથે તેને વાસ્તવિક જીવનમાં સાકાર કરવાની દિશામાં આગળ વધવાનો સંકલ્પ કર્યો.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં 3.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:રંગપુર નાકા પાસેથી વેન્યુ ગાડીમાંથી દારૂ જપ્ત, બે આરોપી પકડાયા
    Next Article
    પુણે-રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ:ભાજપ પર જબરદસ્તી રજીસ્ટ્રેશન કરાવવાનો આરોપ; કોંગ્રેસ નેતાનો આજે 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment