Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં 3.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:રંગપુર નાકા પાસેથી વેન્યુ ગાડીમાંથી દારૂ જપ્ત, બે આરોપી પકડાયા

    1 day ago

    છોટા ઉદેપુર પોલીસે રંગપુર નાકા પાસેથી એક હ્યુન્ડાઈ વેન્યુ ગાડીમાંથી રૂ. 3,94,068/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે, અંબાલા તરફથી છોટા ઉદેપુર-પાવી જેતપુર તરફ વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ વેન્યુ ગાડી આવવાની છે. આ બાતમીના આધારે ઓરસંગ બ્રિજ નજીક રંગપુર નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની કુલ 1740 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,94,068/- થાય છે. પોલીસે દારૂ, વેન્યુ ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 12,99,068/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે નરેશ ઉર્ફે કટ્ટો તેરસિંગ રાઠવા અને મુકેશ રામજી રાઠવા (બંને રહે. બૈડવી નિશાળ ફળિયા, તા.જી. છોટા ઉદેપુર) ની ધરપકડ કરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 6 પ્રાથમિક સ્કૂલો આધુનિક બનશે:ડૉ. એની બેસન્ટ, બાવાજીરાવ, અકબરી સ્કૂલ તૈયાર, હજુ 3નું બાંધકામ ચાલુ
    Next Article
    પાટણ NGES કેમ્પસમાં વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓના વિચારોને ઉદ્યોગમાં પરિવર્તિત કરવાનો સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment