Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મહના નિર્ણયો લેવાયા:NEP માળખું, SBI MoU, ₹50માં હોસ્ટેલ સુવિધાને મંજૂરી

    9 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિ (EC) અને એકેડેમિક કાઉન્સિલની બેઠક તાજેતરમાં ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી યોજાઈ હતી. કુલપતિ કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં યુનિવર્સિટીના સંચાલન, શૈક્ષણિક માળખું, કર્મચારી કલ્યાણ અને વિદ્યાર્થી સુવિધાઓ સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ વિવિધ મંડળો અને બોડીની કાર્યપદ્ધતિનું વિવરણ કરતું માતૃભાષામાં એક વર્ણનાત્મક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. ઈસી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ અધિકારીઓને કાયદાકીય અર્થઘટનમાં સંદર્ભ તરીકે ઉપયોગી થાય તે હેતુથી આ પુસ્તક ખરીદવાનો નિર્ણય લેવાયો છે. આ પુસ્તકની નકલો યુનિવર્સિટી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરાવાશે અને તમામ EC તથા BOM સભ્યોને અંગત કોપી ફાળવવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સલર દ્વારા રચાયેલી વિષય સમિતિઓ દ્વારા તૈયાર કરાયેલા 4 વર્ષના કોર્સીસના માળખા, પેપર સંખ્યા અને ક્રેડિટ વેટિંગ બાબતની સર્વસામાન્ય સૂચનાઓને ઈસી દ્વારા મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત, યુનિવર્સિટી કક્ષાએ બિન-શૈક્ષણિક જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં ભાગ 1 ની પરીક્ષા પૂર્ણ થયા બાદ, ભાગ 2 ની પરીક્ષા માટે સમિતિ દ્વારા તૈયાર કરાયેલા તમામ સિલેબસને પણ ઈસી દ્વારા આખરી મંજૂરી આપવામાં આવી છે. કર્મચારીઓના કલ્યાણ માટે યુનિવર્સિટીના શૈક્ષણિક અને અશૈક્ષણિક કાયમી કર્મચારીઓને છઠ્ઠા પગારધોરણ અનુસાર 3નો હપ્તો રિલીઝ કરવાનો નિર્ણય કરાયો છે. મોટાભાગના કર્મચારીઓના સેલેરી એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં હોવાથી, બેંક દ્વારા મળવાપાત્ર વિવિધ લાભો કાયમી તેમજ એજન્સીના કર્મચારીઓને ઝડપથી મળી રહે તે માટે SBI સાથે MoU સાઈન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સુવિધા માટે માત્ર 50 રૂપિયાના નહિવત ભાડામાં હોસ્ટેલ વસવાટની વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષા કામગીરી માટે આવતા અધ્યાપકો, હોસ્ટેલમાં રહેવા માંગતા કે 2-3 દિવસ માટે આવતા સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, રાણકીવાવ અને પાટણના સાંસ્કૃતિક વારસાના પ્રવાસે આવતી અન્ય યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ આચાર્ય કે સંબંધિત ઓથોરિટીની રજૂઆતના આધારે સામૂહિક ધોરણે માત્ર 50 રૂપિયાના દરે વસવાટ સુવિધા અપાશે. શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અંગે ચર્ચા કરતાં સમિતિ દ્વારા નક્કી કરાયેલા ધોરણો અનુસાર જે કોલેજોને સંચાલન ખર્ચમાં નુકસાન થતું હોય, તેવી કોલેજો દ્વારા થયેલો વાસ્તવિક ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. બેઠકના અંતે જે સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થયો હતો તેમનો યુનિવર્સિટી પરિવાર વતી આભાર માનીને એકેડેમિક કાઉન્સિલની બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    છરા બતાવીને રાહુલે કહ્યું- પેલેટ ગન ચાલવાના પુરાવા છે:દિલ્હી પોલીસે નથી ચલાવી તો કોણે ચલાવી; FIR કરો, ત્યાં સુધી ધરણા પરથી નહીં હટું
    Next Article
    ત્રિકમદાસજી બાપુની 46મી વાર્ષિક પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરાઈ:જૂનાગઢ ભવનાથ તળેટીમાં સદગુરુ ત્રિકમદાસ બાપુની 46મી પુણ્યતિથિ પ્રસંગે સંત પૂજન તથા મહાપ્રસાદ અને સાધુ સંતોના ભંડારાનું ભવ્ય આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment