Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રિકમદાસજી બાપુની 46મી વાર્ષિક પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરાઈ:જૂનાગઢ ભવનાથ તળેટીમાં સદગુરુ ત્રિકમદાસ બાપુની 46મી પુણ્યતિથિ પ્રસંગે સંત પૂજન તથા મહાપ્રસાદ અને સાધુ સંતોના ભંડારાનું ભવ્ય આયોજન કરાયું

    8 hours ago

    ​જૂનાગઢ સ્થિત ગિરનારની પાવન ભવનાથ તળેટીમાં આવેલ ભગવત કૃપા આશ્રમ, સૂર્ય મંદિર તથા સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર ખાતે સદગુરુ ત્રિકમદાસ બાપુની 46મી વાર્ષિક પુણ્યતિથિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. આ નિમિત્તે સૂર્યમંદિરના મહંત પૂજ્ય જગજીવનદાસ બાપુ દ્વારા પૂજ્ય ત્રિકમદાસ બાપુનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.પૂજન વિધિ સંપન્ન થયા બાદ ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતો અને મહંતો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ​કાર્યક્રમ પ્રસંગે સૂર્યમંદિરના મહંત જગજીવનદાસ બાપુએ જણાવ્યું હતું કે સદગુરુ ત્રિકમદાસ બાપુ પોતાના સમયના ખૂબ જ પ્રખર રામાયણી સંત હતા. તેમણે પદ્મશ્રી દુલા ભાયા કાગ અને કવિ પિંગળશીભાઈ જેવા મહાન ચિંતકો તથા મહાપુરુષો સાથે રહીને સનાતન હિન્દુ સંસ્કૃતિનું જતન કર્યું હતું. બાપુએ રામાયણના દિવ્ય સંદેશને ઘરે-ઘરે અને જન-જનના હૃદય સુધી પહોંચાડવાનું મોટું ભગીરથ કાર્ય કર્યું હતું. ​આ નિર્વાણ તિથિના પાવન પ્રસંગે જૂનાગઢ અને ગિરનાર ક્ષેત્રના અનેક સાધુ-સંતો, મહંતો તથા બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી સેવક સમાજ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ ધર્મપ્રેમીઓએ દિવ્ય આત્માને ભાવાંજલિ અર્પણ કરી પ્રભુ ભજન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંતમાં મહંતે પધારેલા સૌ સંતો અને ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મહના નિર્ણયો લેવાયા:NEP માળખું, SBI MoU, ₹50માં હોસ્ટેલ સુવિધાને મંજૂરી
    Next Article
    भाई के अंधे प्यार की वजह से अनपढ़ रह गयी बहन, ससुराल में मिला तिरस्कार, लता मंगेशकर का गाना 64 साल बाद भी यादगार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment