Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વસ્તી ગણતરી ફરજમાંથી અધ્યાપકોને મુક્ત કરો':સરકાર સમક્ષ મહામંડળની વિસ્તૃત રજૂઆત, NEP-2020 અને GCAS પર અસરની ચિંતા

    16 hours ago

    ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકાર અને વસ્તી ગણતરી વિભાગને વિગતવાર રજૂઆત કરીને કોલેજ અધ્યાપકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ એકસાથે ચાલી રહી છે, જેના કારણે અધ્યાપકો પહેલાથી જ ભારે કાર્યભાર હેઠળ છે. મહામંડળે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP-2020) અમલમાં મૂકવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. ગુજરાતમાં પણ નવા અભ્યાસક્રમ, મૂલ્યાંકન પદ્ધતિ અને ચાર વર્ષીય અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ જેવી વ્યવસ્થાઓ અમલમાં આવી રહી છે. આવી સ્થિતિમાં અધ્યાપકોને વસ્તી ગણતરી જેવી વિશાળ અને સમયગાળા લેનારી કામગીરીમાં જોડવાથી શૈક્ષણિક આયોજન પર સીધી અસર પડશે. પરીક્ષા વ્યવસ્થા અને પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ જવાનો ભય રજુઆતમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલમાં યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ, પ્રેક્ટિકલ, પેપર ચેકિંગ અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો અધ્યાપકોને વસ્તી ગણતરીમાં જોડવામાં આવશે તો પરીક્ષા વ્યવસ્થા ખોરવાઈ શકે છે અને વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે. તે ઉપરાંત ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) પ્રક્રિયામાં પણ અધ્યાપકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન, દસ્તાવેજ ચકાસણી અને મેરિટ સંબંધિત કામગીરીમાં તેઓ જોડાયેલા છે. આવા સમયે વધારાની સરકારી ફરજ સોંપવામાં આવશે તો પ્રવેશ પ્રક્રિયા પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે સમયબદ્ધ કામગીરી જરુરી- મહામંડળ મહામંડળે રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે શૈક્ષણિક કેલેન્ડર જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે, કારણ કે તેમાં ખલેલ પહોંચે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર થઈ શકે છે. NEP-2020 ના અમલીકરણ માટે સમયબદ્ધ કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં વિલંબ થવાથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહામંડળે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે કોલેજ અધ્યાપકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવે અને આ માટે વિકલ્પ રૂપે અન્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. સાથે જ શિક્ષણ ક્ષેત્રની સંવેદનશીલતા સમજતા તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ કોળી સમાજને આપવા માંગ:અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે રજૂઆત કરી
    Next Article
    Bengal Elections Phase 2 Voting LIVE: LIVE:'जो भी 6 बजे तक लाइन में हैं, उन्हें वोट देने दें', ममता बनर्जी ने की अपील

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment