Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં NEET (UG) પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:4 કેન્દ્રો પર નોંધાયેલા 1656માંથી 1609 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા

    13 hours ago

    પંચમહાલ જિલ્લામાં NEET (UG) પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત આ પરીક્ષા જિલ્લાના 4અલગ-અલગ કેન્દ્રો પર લેવામાં આવી હતી. કુલ 1656 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 1609પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે 47ગેરહાજર રહ્યા હતા. પંચમહાલ જિલ્લામાં પરીક્ષા માટે ચાર કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા (મુનસીપુર, લુણાવાડા હાઈવે રોડ); સરકારી પોલીટેકનીક કોલેજ, ગોધરા (ગદુકપુર ગામ પાસે); પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર (તા. કાલોલ); અને પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરા (મુ. અબ્રાહમ પટેલના મુવાડા) નો સમાવેશ થાય છે. પરીક્ષાને અનુલક્ષીને પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તમામ ૪ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઝીણવટભરી તપાસ બાદ જ પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ, પંચમહાલ જિલ્લામાં NEET (UG) ની પરીક્ષા કોઈ પણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતે સતત મેચ ત્રીજી જીતી:પંજાબે સીઝનની બીજી મેચ ગુમાવી; સાઈ સુદર્શનની શાનદાર ફિફ્ટી, જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી
    Next Article
    GT vs PBKS Highlights, IPL 2026: Washington Sundar Takes Gujarat Titans Home In Last-Over Thriller, PBKS Suffer 2nd Loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment