Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET UGના પરિણામમાં ટોપ 30માં અમદાવાદના 3 વિદ્યાર્થી:બે વિદ્યાર્થીને 700થી વધુ માર્કસ, તહા ભાટિયા EWS કેટેગરીમાં ઓલ ઈન્ડિયા પ્રથમ રેન્ક

    8 hours ago

    દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026નું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે દેશભરમાં અંદાજે 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાતમાં અમદાવાદ સેન્ટરમાંથી ત્રણ વિદ્યાર્થીએ ટોપ-30માં સ્થાન મેળવ્યું છે. જેમાંથી એક વિદ્યાર્થીએ તો EWS કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અગાઉ પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરી 21 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા માટે 88,022 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી રાજ્યના 86,410 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. NTAએ 5440 કેન્દ્ર પર પરીક્ષા યોજી હતી આ વર્ષે NEET UG પરીક્ષાનું આયોજન દેશના 5,440 પરીક્ષા કેન્દ્ર પર કરવામાં આવ્યું હતું, જ્યારે વિદેશના 14 શહેરમાં પણ પરીક્ષા લેવામાં આવી હતી, જેથી વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શક પ્રક્રિયા હેઠળ કરવામાં આવ્યું હતું. ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓનું જબરજસ્ત પ્રદર્શન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા NEET UG 2026ના પરિણામમાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા રેન્કના ટોપ 30માં સ્થાન મેળવ્યું છે. એટલે કે અમદાવાદ સેન્ટર પરથી પરીક્ષા આપનાર તહા સેમૂન ભાટિયાએ ઓલ ઈન્ડિયામાં 25 રેન્ક મેળવ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં EWS કેટેગરીમાં ઓલ ઈન્ડિયા પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે શૌર્ય પટેલે 700 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયાનો 26મો રેન્ક મેળવ્યો છે. તો અક્ષિત ગૌરે પણ 700 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા 30મો રેન્ક મેળવ્યો છે. પાસ ઉમેદવારોમાં 58 ટકા વિદ્યાર્થિનીઓ આ જ પરિણામમાં પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પંશુલ બંસલે 715 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા ટોપર બનવાનો ગૌરવ મેળવ્યો છે. આ વર્ષે પણ પરિણામમાં વિદ્યાર્થીનીઓનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. કુલ ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોમાં 58 ટકા વિદ્યાર્થીનીઓ છે, જે વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ છે. આ વર્ષે 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 138 વિદ્યાર્થીઓએ 690થી વધુ અને 1,492 વિદ્યાર્થીઓએ 650થી વધુ માર્ક્સ મેળવી સારું પ્રદર્શન કર્યું છે. ઓલ ઈન્ડિયા, રાજ્યકક્ષાની કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે ક્વોલીફાઈ થનાર વિદ્યાર્થીઓ માટે આ પરિણામ હવે MBBS, BDS અન્ય મેડિકલ કોર્સમાં પ્રવેશનો માર્ગ મોકળો બનશે. પરિણામ જાહેર થતાં હવે ઉમેદવારો માટે ઓલ ઈન્ડિયા કાઉન્સેલિંગ અને રાજ્ય કક્ષાની કાઉન્સેલિંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ તેમની રેન્ક અને કેટેગરી મુજબ મેડિકલ કોલેજોની પસંદગી કરી શકશે. પેપર લીક થવાના કારણે બીજી વખત NEET પરીક્ષા યોજાઈ આ વર્ષે NEET-UG 2026 પરીક્ષા બે વખત યોજાઈ હતી. પ્રથમ વખત પરીક્ષા 3 મે 2026ના રોજ યોજાઈ હતી, પરંતુ પેપર લીક થવાના કારણે તેને રદ કરવામાં આવી હતી. આ પછી NTAએ 21 જૂને ફરીથી પરીક્ષા યોજી હતી. જે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઓફલાઈન (પેન-એન્ડ-પેપર) મોડમાં યોજાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ઉનાની સોસાયટીઓમાં બે દીપડા દેખાયા, CCTV:રહેણાક વિસ્તારોના લોકોમાં ભયનો માહોલ; તાત્કાલિક પાંજરું ગોઠવવા માગ
    Next Article
    स्कूली बच्चों की वैन को ट्रेन ने मारी टक्कर, मुर्शिदाबाद हादसे का पहला वीडियो

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment