Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET-UG પહેલાં ગુજરાત પોલીસનો સુરક્ષા બંદોબસ્ત:19થી 21 જૂન રાત્રિ પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયા પર ખાસ નજર, DGP વીડિયો કોન્ફરન્સ યોજી

    2 days ago

    રાજ્યમાં 21 જૂને યોજાનારી NEET-UG પરીક્ષાના નિષ્પક્ષ, સુરક્ષિત અને વિક્ષેપરહિત આયોજન માટે ગુજરાત પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા (ડીજીપી) જી.એસ. મલિકે મંગળવારે રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ યોજી પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષાને લઈને કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે આઈજીપી (કાયદો અને વ્યવસ્થા) મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે માર્ગદર્શિકા જાહેર પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ સેન્ટરો પર પણ કડક નજર રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની તમામ માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. મોબાઇલ, સ્માર્ટ વોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જમા કરાવા સૂચના પોલીસને ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ફ્રિસ્કિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને મહિલા ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન જાળવવા તેમજ વાલીઓ અને માતા-પિતા સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખવા ભાર મૂકવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ અને અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો જમા કરાવવા માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવશે. 20 જૂને NTAના પ્રતિનિધિઓ સાથે પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે તમામ પોલીસ યુનિટના વડાઓને 20 જૂને NTAના પ્રતિનિધિઓ સાથે પરીક્ષા કેન્દ્રોની સંયુક્ત મુલાકાત લઈ નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, પરીક્ષા સામગ્રીની ગોપનીય હેરફેરને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 19થી 21 જૂન દરમિયાન સઘન રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરાશે. યોગ દિવસના કાર્યક્રમોમાં અલગ-અલગ માનવબળ ફાળવવાની સૂચના અફવાઓ, ભ્રામક માહિતી અને પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો કરવાના પ્રયાસોને અટકાવવા સોશિયલ મીડિયા મોનિટરિંગ વધુ સક્રિય બનાવવામાં આવ્યું છે. 21જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ હોવાથી DGPએ યોગ દિવસના કાર્યક્રમો અને NEET પરીક્ષાની ફરજો માટે અલગ-અલગ માનવબળ ફાળવવાની સૂચના આપી છે, જેથી પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો ન પડે. ગુજરાત પોલીસના આ બહુસ્તરીય સુરક્ષા આયોજનનો મુખ્ય હેતુ રાજ્યભરમાં NEET-UG પરીક્ષાનું નિષ્પક્ષ, સુરક્ષિત અને શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 27 જૂને યોજાશે AAPની કિસાન મહાપંચાયત:ખેડૂતોના પ્રશ્નોને લઈને બીજા તબક્કાના આંદોલનની જાહેરાત
    Next Article
    Banaskantha Crime News | બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ગુંડાઓ બેફામ | Police | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment