Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 27 જૂને યોજાશે AAPની કિસાન મહાપંચાયત:ખેડૂતોના પ્રશ્નોને લઈને બીજા તબક્કાના આંદોલનની જાહેરાત

    2 days ago

    આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને લઈને પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ખેડૂતો માટેના આંદોલનનો બીજો અધ્યાય શરૂ કરવામાં આવશે. તેના ભાગરૂપે આગામી 27 જૂનના રોજ સુરેન્દ્રનગર ખાતે વિશાળ ‘કિસાન મહાપંચાયત’નું આયોજન કરવામાં આવશે. ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રાજ્યભરમાં અનેક આંદોલનો અને કાર્યક્રમો પ્રવીણ રામે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રાજ્યભરમાં અનેક આંદોલનો અને કાર્યક્રમો યોજ્યા હતા. હડદડ મુકામે ખેડૂતોના હક્ક માટે થયેલી લડતમાં 108 દિવસ સુધી જેલવાસ ભોગવ્યો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. વધુમાં તેમણે જણાવ્યું કે, કચ્છમાં હાઈટેન્શન લાઈનના મુદ્દે પણ પાર્ટીએ ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવ્યો હતો. જેલમાંથી મુક્ત થયા બાદ સોમનાથથી ગાંધીનગર સુધી ખેડૂતોના પ્રશ્નોને લઈને યાત્રા પણ યોજવામાં આવી હતી. 10 હજારથી વધુ નાની ખાટલા બેઠકોનું આયોજન ઉપરાંત રાજ્યભરમાં 10થી વધુ કિસાન મહાપંચાયતો અને 10 હજારથી વધુ નાની ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના સમર્થનમાં 80 હજારથી વધુ ખેડૂતોના હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દાઓને પ્રાથમિકતાં આપવામાં આવશે આગામી કિસાન મહાપંચાયતમાં અતિવૃષ્ટિ, ઓછો વરસાદ, બિયારણ, ખાતર, વીજળી તેમજ હાઈટેન્શન લાઈન જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ ખેડૂતોના હક્ક અને હિત માટે આગામી સમયમાં વધુ મજબૂત આંદોલન ચલાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રઘુવંશી સમાજ અતિથિ ગૃહ સંચાલન માટે ટેન્ડર જાહેર:દ્વારકામાં શ્રી જલિયાણ અતિથિ ગૃહ અને સોસાયટી માટે પ્રક્રિયા શરૂ
    Next Article
    NEET-UG પહેલાં ગુજરાત પોલીસનો સુરક્ષા બંદોબસ્ત:19થી 21 જૂન રાત્રિ પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયા પર ખાસ નજર, DGP વીડિયો કોન્ફરન્સ યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment