Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET PG પરીક્ષામા પુત્રીને પ્રવેશ ન અપાતા માતા બેભાન:રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં એક્ઝામમાં મોડી પહોંચતી વિદ્યાર્થિનીને એન્ટ્રી ન અપાતા હોબાળો, બાદમાં પ્રવેશ અપાયો

    15 hours ago

    રાજકોટમાં ચાર કેન્દ્રો પરથી MD અને MS બનવા માટેની NEET PG ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરની આત્મીય યુનિવર્સિટી અને મેટોડા ખાતેના પરીક્ષા કેન્દ્ર પરથી 1238 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે આ દરમિયાન આત્મીય યુનિવર્સિટીના કેન્દ્ર ખાતે એક વિદ્યાર્થિની મોડી આવતા તેને પ્રવેશ આપવામાં આવતા તેની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને ત્યારબાદ તે બેભાન થઈ ગઈ હતી. જેથી પરીક્ષા કેન્દ્ર ખાતેના સંચાલક દ્વારા માનવતા દાખવી આ વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. જગદીશ ધુલિયાએ જણાવ્યું હતું કે, હું ધોરાજી થી આવું છું અને મારો બાળકની આજે PG NEET ની પરીક્ષા છે. તેને છેલ્લા પાંચ વર્ષથી આ માટેની તૈયારી કરી છે. છેલ્લી એક બે પરીક્ષામાં જે રીતની ઉટપટાંગ ઘટનાઓ બનેલી છે. જેને કારણે વિદ્યાર્થીઓ અને ખાસ તો વાલીઓની માનસિકતા ખૂબ જ ભયાનક ખરાબ જોવા મળેલી છે. આમ છતાં પણ રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં જે માહોલ જોવા મળ્યો છે તે ખુબ જ સરસ છે અને આજ માહોલમાં શાંતિપૂર્વક રીતે પરીક્ષા પૂર્ણ કરી વિદ્યાર્થીઓ PG NEET માં પોતાના ધ્યેય સુધી પહોંચે તેવી આખા તંત્ર અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે આશા રાખીએ છીએ. મારો પુત્ર ડર્મેટોલોજિસ્ટ એટલે કે સ્કિનના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનવા માંગે છે. જો તેમાં એડમિશન ન મળે તો તે એમ. ડી.(ડોક્ટર ઓફ મેડિસિન) બનશે. ડૉ. સૃષ્ટિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મારા પતિ ફિલિપાઇન્સથી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ છે અને તે NEET PG ની પરીક્ષા આપી રહ્યા છે. તે એમ. ડી.(માસ્ટર ઓફ ડૉક્ટર) બનવા માંગે છે. હું તેમના હાર્ડવર્કને સપોર્ટ કરું છું અને કરતી રહીશ. આ પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે પરંતુ મને 100% વિશ્વાસ છે કે મારા પતિ તેમાં પાસ થઈ જશે. આ વખતે સરકાર તરફથી કોઈ મૂશ્કેલી ઊભી નહીં થાય તેવું હું માનું છું. જ્યારે અન્ય વાલી અનિલ ગરાળાએ જણાવ્યું હતું કે, મારી દીકરી અહીં આત્મીય યુનિવર્સિટીમાં PG NEET પરીક્ષા આપવા માટે આવી છે. તેને પરીક્ષા માટે સારી તૈયારી કરી છે. આગળ તે એમ.ડી. અથવા ગાયનેકોલોજીસ્ટ બનવા માંગે છે. છેલ્લા દોઢ વર્ષથી તે સારી તૈયારી કરે છે અને તેને વિશ્વાસ પણ છે કે સારા માર્ક્સ આવશે. મારા પરિવારમાંથી 2 પિતરાઈ ડોક્ટર છે.
    Click here to Read More
    Previous Article
    ઝાખર ગામે જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા:રૂ.11 હજાર રોકડા સાથે બે શખ્પસો ઝડપાયા
    Next Article
    After 3 Days Under Flood Debris, 6-Year-Old Rescued Alive In Rasuwa, Nepal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment