Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પેપર લીક મામલે NSUI દ્વારા આવેદન:કડક ચેકિંગ વચ્ચે પણ ગેરરીતિ થાય તો વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઉઠી જશે

    6 hours ago

    દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી NEET ની પરીક્ષામાં પેપર લીક બાદ પરીક્ષા રદ કરવામાં આવતા NSUI દ્વારા ભુજમાં કલેક્ટરને આવેદન પાઠવી નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક પગલાંની માંગ કરાઇ હતી. રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતા છે. NSUIએ રજૂઆત કરતા જણાવ્યું કે, મહેનતુ વિદ્યાર્થીઓની રાત-દિવસની મહેનત બાદ પણ જો આવી ગેરરીતિ થાય તો શિક્ષણ પ્રણાલી પરથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઉઠી જશે. પરીક્ષાની પ્રક્રિયામાં સર્જાયેલી આ ખામીઓને કારણે લાખો વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવી રહ્યા છે.પેપર લીક મામલે તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે, કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા પ્રક્રિયા મજબૂત બનાવવામાં આવે.આવેદનપત્ર આપતી વખતે જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, રજાકભાઈ ચાકી, હાસમભાઈ સમા, સંદીપ રામ, હર્ષદભાઈ સહિત આગેવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો!:યુવાનો રોજગારી શોધે છે, અને સુધરાઇમાં 58 વર્ષની ઉપરના કરે છે નોકરી
    Next Article
    US-Iran War News Live Updates: Trump Begins Two Days Of Talks With Jinping; Iran FM Araghchi Begins India Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment