Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં NEET પેપર લીક-વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે વિરોધ:મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ-કાર્યકર્તાઓ નહેરુબ્રિજ પહોંચ્યા, ‘અમિત શાહ રાજીનામું આપો’ના નારા લગાવ્યાં

    12 hours ago

    NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આજે (3 ઓગસ્ટ) રસ્તા પર ઉતરી છે. સરકારના વિરોધમાં નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી રેલી યોજી અને ‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત સરદારબાગ ખાતે ધરણા પ્રદર્શન કરશે. અમદાવાદ પોલીસ દ્વારા પહેલેથી જ બે JCP, ત્રણ પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પતંગ હોટેલ પાસે ખડકી દેવામાં આવ્યો છે. શહેર પ્રમુખ, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નહેરુબ્રિજ પહોંચ્યા છે. ‘અમિત શાહ રાજીનામું આપો’ના નારા સાથે વિરોધ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા જ્યારે રાજીવ ગાંધી ભવનથી રેલી યોજવામાં આવી હતી, ત્યારે તમામ કાર્યકર્તાઓની રોડ પરથી જ અટકાયત કરી દેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત નિશ્ચિત મનાતા ભાજપની ઉજવણી:મહિલા કાર્યકરો ગરબે ઘૂમ્યા, આઠમાં રાઉન્ડના અંતે સતિષ પટેલ 13,509 મતથી આગળ, કોંગ્રેસ પહેલા રાઉન્ડથી જ પાછળ
    Next Article
    આજથી RBI MPCની 3-દિવસીય મીટિંગ:રેપો રેટમાં ફેરફારની શક્યતા ઓછી; 5 ઓગસ્ટે નિર્ણયોની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment